લોગવિચાર :
ઉત્તર પ્રદેશના આગ્રામાં એરફોર્સ પ્લેન ક્રેશ થયું છે. માહિતી અનુસાર, વિમાન ક્રેશ થયું અને જમીન પર પડ્યું, તરત જ તેને આગ લાગી. પાયલોટ અને બે લોકોએ વિમાનમાંથી કૂદીને પોતાનો જીવ બચાવ્યો હતો. વિમાન પંજાબના આદામપુરથી ઉડાન ભરી હતી અને જ્યારે ઘટના બની ત્યારે તે પ્રેક્ટિસ માટે આગ્રા જઇ રહ્યો હતો.
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના આગરાના કાગરૌલના સોનીગા ગામ પાસે થઈ છે, જ્યાં એરફોર્સનું પ્લેન ક્રેશ થયું હતું લોકોએ જણાવ્યું હતું કે એરફોર્સનું પ્લેન ખાલી ખેતરોમાં પડ્યું હતું અને જમીન પર પડતાની સાથે જ પ્લેનમાં આગ લાગી અને આગની જ્વાળાઓ નીકળવા લાગી. વિમાનમાં પાયલટ સહિત બે લોકો હાજર હતા. હાલમાં આ પ્લેન ક્રેશને કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
વધુમાં જાણવા મળતી વિગત મુજબ વિંગ કમાન્ડર મનિષ મિશ્રા રૂટીન તાલીમ મુજબ વિમાન ચલાવી રહ્યા હતા. દરમિયાન સોનિકા ગામ પાસે વિમાનમાં ખોટકો સર્જાયો હતો. પાયલોટે સમયસૂચકતા વાપરી વિમાનને માનવ વસ્તીથી દૂર લઈ લીધુ હતું. જેથી મોટી જાનહાની થતી અટકી હતી, પાયલોટને મિલીટરી હોસ્પિટલ આગ્રા કેન્દ્રમાં ખસેડાયો હતો.