ટ્રેનમાં બર્થ ન મળવાથી પેસેન્જરે બે સીટ વચ્ચે ખાટલો બાંધ્યો

લોગવિચાર :

દિવાળી અને છઠપૂજાની ઉજવણી કરવા વતન જવા માટે ગુજરાતમાંથી અસંખ્ય લોકોને ટ્રેનોમાં ખીચોખીચ ભરાઈને જવું પડયું હતું. ટ્રેનના ટોઈલેટમાં પણ 6-6 લોકો ઠાસોઠાંસ ભરાયા હતા.

આ તો તહેવારોની વાત છે. પણ આમેય ટ્રેનમાં મોટાભાગે જવાની સમસ્યા હોય છે. પણ ઉભા રહેવાનીય જગ્યા ન હોય ત્યાં આરામથી સુવાની વ્યવસ્થા કરનારા મુસાફરો હોય છે.

ભીડથી ભરેલી એક ટ્રેનમાં એક માણસે પોતે સુઈ શકે એ માટે બે બર્થ સાથે દોરડુ બાંધી દીધુ હતું. આ મુસાફરનો વિડીયો સોશ્યલ મીડીયામાં બહુ વાઈરલ થયો છે.