WhatsApp એક નવું ફીચર લાવશે : સ્ટીકર પ્રોમ્સ્

લોગવિચાર :

લોકપ્રિય ઇન્‍સ્‍ટન્‍ટ મેસેજિંગ એપ્‍લિકેશન વ્‍હોટસએપનો ઉપયોગ દરરોજ લાખો લોકો કરે છે. કંપની સમયાંતરે યુઝર્સ માટે નવા અપડેટ્‍સ પણ લાવતી રહે છે. એપ દ્વારા થતી છેતરપીંડીની સમસ્‍યાનો સામનો કરવા માટે WhatsApp એક નવું ફીચર લાવવાની તૈયારી કરી રહ્યું છે. વોટ્‍સએપના આ ફીચરની મદદથી યુઝર્સ કોઈપણ તસવીરનું સત્‍ય સરળતાથી જાણી શકશે. મતલબ કે તમે વોટ્‍સએપ છોડતાની સાથે જ એ જાણી શકશો કે તસવીર અસલી છે કે નકલી.

લોકપ્રિય મેસેજિંગ પ્‍લેટફોર્મ WhatsApp તેના યુઝર્સને સમયાંતરે નવા ફીચર્સ અપડેટ કરતું રહે છે. હાલમાં જ યુઝર્સ માટે એક એવું ફીચર સામે આવ્‍યું છે. જેનું નામ સ્‍ટિકર પ્રોમ્‍પ્‍ટ્‍સ - સ્‍ટેટસ અપડેટ્‍સ છે. તેની મદદથી તમે તમારા સ્‍ટેટસમાં પોલ્‍સ લગાવી શકશો. WaBetainfo એ આ અંગે માહિતી આપી છે અને આ લેટેસ્‍ટ અપડેટ હમણાં જ બીટા વર્ઝનમાં આવ્‍યું છે. આ પ્રકારનું ફીચર ઈન્‍સ્‍ટાગ્રામ પર પહેલાથી જ હાજર છે. આ ફીચરની મદદથી યુઝર્સ તેમના વોટ્‍સએપ સ્‍ટેટસ પર એંગેજમેન્‍ટ બહેતર બનાવી શકશે.