લોગવિચાર :
ઓસ્ટ્રેલિયામાં 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.ઓસ્ટ્રેલિયાનાં વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે જણાવ્યું હતું કે આવતાં વર્ષનાં અંત સુધીમાં કાયદો રજૂ કરવામાં આવી શકે છે. કાયદાનાં અમલ પછી, બાળકો ઈંસ્ટાગ્રામ, ફેસબુક ટીકટોક, અને એક્સ જેવાં વીડિયો-શેરિંગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે નહીં.
આટલું જ નહીં, કાયદાનો કડક અમલ કરાવવા માટે ઓસ્ટ્રેલિયા ઉંમર વેરિફિકેશન સિસ્ટમની ટેક્નોલોજીનું પણ પરીક્ષણ કરી રહ્યું છે.અલ્બેનીઝે કહ્યું, સોશિયલ મીડિયા આપણાં બાળકોને નુકસાન પહોંચાડી રહ્યું છે.
સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે માતા-પિતાની સંમતિ ધરાવતાં સગીર વયનાં વપરાશકર્તાઓને કોઈ છૂટ આપવામાં આવશે નહીં. તેમણે સોશિયલ મીડિયાના ઉપયોગથી બાળકોનાં સ્વાસ્થ્ય માટે જોખમો ટાંક્યા હતાં.
આ દેશોમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં બાળકો પર શખ્તાઈ
1. નોર્વેમાં ગયા મહિને કાયદો અમલમાં આવ્યો
બાળકોને સોશિયલ મીડિયા એક્સેસ કરવાથી રોકવા માટે નોર્વેએ ઓક્ટોબરમાં નવો સુરક્ષા કાયદો ઘડ્યો હતો. 15 વર્ષ સુધીનાં બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકતાં નથી.
2. ફ્રાન્સમાં બાળકો માટે મંજૂરી જરૂરી છે
જુલાઈ 2023 માં ફ્રાન્સે એક કાયદો પસાર કર્યો હતો, જેનાં હેઠળ બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટે માતાપિતાની પરવાનગી લેવી જરૂરી છે.
3. અમેરિકાનાં કેટલાક રાજ્યોમાં પણ કડકાઈ
ફ્લોરિડામાં 14 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. સોશિયલ મીડિયા માટે બાળકોએ તેમનાં માતા-પિતાની પરવાનગી લેવી જરૂરી છે.
4. ચીનમાં બાળકો માટે ફિસ્કડ સમય
ઓગસ્ટ 2023 માં, ચીને બાળકોનાં ઇન્ટરનેટ ઉપયોગ પર કડક નિયમો લાગુ કર્યા છે. 16 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો દિવસમાં માત્ર બે કલાક ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે.