ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા માટે વિશેષ કાયદો બનાવો : ગૃહમંત્રીને દરખાસ્ત

લોગવિચાર :

સુરેન્દ્રનગરનાં સામાજીક કાર્યકર અશોક જી. પારેખે રાજયનાં ગૃહમંત્રીને પત્ર પાઠવી રજુઆત કરતા જણાવેલ છે કે, મહિલાઓની સુરક્ષા અને અધિકારોની સુરક્ષા માટે ગુજરાતમાં મહિલાઓ વિરૂધ્ધ થતાં અપરાધોને રોકવા માટે અને તેમને બેડ ટચ (ખરાબ સ્પર્શ)થી બચાવવા માટે તાત્કાલીક અસરથી સમસ્ત ગુજરાતમાં પ્રસ્તાવ પસાર કરી કાયદો બનાવો.

જેમાં પુરૂષ દરજી મહિલાઓનું માપ નહિ લઇ શકે, મહિલાઓના વસ્ત્રો સીવવા માટે કપડા સીવનાર દરજીએ મહિલા ટેલર રાખવી જ પડશે, જીમમાં પણ મહિલાઓ માટે અલગથી મહિલા ટ્રેનર રાખવી પડશે, યોગશાળા એન્ટર માં મહિલાઓને માત્રને માત્ર મહિલાઓ જ યોગ શિખવાડશે.

શાળાઓની બસમાં પણ મહિલા સુરક્ષાકર્મી કે મહિલા શિક્ષકની હાજરી ફરજીયાત કરવી જોઇએ. મહિલાઓના પોષાકના વેંચાણ કેન્દ્રો દુકાન, મોલ ખાતે મહિલા કર્મચારી રાખવા જરૂરી રહેશે સરકાર કાર્યવાહી કરે. તમામ ઉપરોકત સ્થળે આવા સેન્ટર ખાતે સીસીટીવી કેમેરા સક્રિય કરવા જરૂરી પગલા લેવામાં આવે.

બ્યુટી સેન્ટર્સ વાણંદની દુકાનોમાં મહિલાઓના વાળ કાપવા માટે ફરજીયાત મહિલાઓ જ મહિલાઓના વાળ કાપે તેવી વ્યવસ્થા કરવામાં આવે.