લોગવિચાર :
આગામી 2025 માં યોજાનાર મહાકુંભને લઈને કરોડો શ્રધ્ધાળુઓની સુરક્ષા માટે આ વખતે જલ પોલીસ અત્યાધુનિક સાધનોથી સજજ રહેશે.સ્નાન દરમ્યાન કોઈપણ પ્રકારની અપ્રિય ઘટનાને રોકવા માટે પહેલીવાર જલ પોલીસને નાના જહાજ તરીકે ઓળખાતા જેટ સ્ક્રીથી સજજ કરવામાં આવી રહ્યા છે.
આ હાઈટેક જેટ સ્કી આંખના પલકારામાં જ કયાંય પણ પહોંચવામાં સક્ષમ છે. જલપોલીસનાં ઈન્ચાર્જ જનાર્દન પ્રસાદ સાહનીએ જણાવ્યું હતું કે 25 હાઈટેક જેટ સ્ક્રીની માંગ કરાઈ છે. જે ડીસેમ્બર સુધીમાં પોલીસમાં સામેલ થઈ જશે. આ જેટ સ્કી ખૂબ જ દુર પર સ્નાનાર્થીઓની મદદમાં મિનિટોમાં પહોંચીને તેને બચાવવામાં સક્ષમ રહેશે.
સૌથી ખાસ વાત એ છે કે તેની ઝડપ કલાકનાં 70 કિલોમીટર છે.
જેટ સ્કીમાં એક શકિતશાળી એન્જીન લગાવાયેલુ હોય છે. તે પાણીને અંદર ખેંચે છે અને એ સાથે જ બહાર ફેંકે છે. મહાકુંભમાં જરૂરીયાતના હિસાબે તે ઘણુ કારગર સાબિત થશે.
આ જેટ સ્કીમાં એક સાથે ત્રણ લોકો સફર કરી શકે છે. ઈમરજન્સીમાં તેનો ચાલક ત્વરીત ગતિથી ઘટનાસ્થળે પહોંચીને ઓછામાં ઓછા બે લોકોને સુરક્ષીત કરવામાં સક્ષમ સાબિત થશે.