શીખ અને સિંધી સમુદાય દ્વારા ગુરુ નાનક દેવની જન્મજયંતિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

લોગવિચાર :

આજે કારતકી પૂર્ણિમાના શીખ ધર્મના પ્રથમ ગુરૂનાનકદેવજીની 555મી જન્મ જયંતિની સિંધી તથા શીખ સમાજ દ્વારા અનેરા ઉમંગ સાથે ઉજવણી થઈ રહી છે. ગુરુદ્વારમાં વિશેષ કાર્યક્રમોના આયોજનો થયા છે. ગુરુનાનકદેવ જયંતિને ગુરુ પર્વ અથવા પ્રકાશ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે ગુરુદ્વારમાં પણ ઓળખવામાં આવે છે. આજે ગુરૂદ્વારમાં પાઠ,ભજન, કીર્તન તથા લંગટનું આયોજન કરવામાં આવેલ છે. ઉપરોકત તસ્વીરોમાં પાઠ સાહેબ તથા દર્શનાર્થે આવેલા શીખ તથા સિંધી સમાજના ભાઈ-બહેનો જોવા મળે છે. રાત્રે 1-20 કલાકે પ્રકાશ પર્વ ઉજવાશે.