સાવધાન, ભારતમાં ગૂગલ ક્રોમ હેક થવાનું જોખમ

લોગવિચાર :

જો આપ વિન્ડોઝ, લિનકસ કે મેક સોફટવેરનો પર ગુગલ ક્રોમ વાઉઝરનો ઉપયોગ કરી રહ્યા છો તો ભારત સરકારે આ સંબંધમાં એક ચેતવણી જાહેર કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ડેસ્ક ટોપ ગુગલ ક્રોમમાં ઉચ્ચ જોખમવાળી કમીઓની જાણકારી મળી છે.

આ એલર્ટ ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ  દ્વારા જાહેર કરવામાં આવ્યું છે એટલે કે યુઝરે પોતાના બ્રાઉઝરને અપડેટ કરવાની જરૂર છે. સીઈઆરડી-ઈનના અનુસાર સોફટવેર વિન્ડોઝ અને મેકમા ઉપયોગ થનાર ગુગલ ક્રોમમાં કમજોરીની જાણકારી મળી છે. સંવેદનશીલ જાણકારી સુધી તેમની પહોંચ હોવાની સંભાવના છે.

એલર્ટમાં કહેવામાં આવ્યું છે કે હુમલાખોર ડેસ્ક ટોપ સંસ્કરણોમાં છેદ લગાવી રિમોટ કોડ, સુરક્ષા નિયંત્રણમાં ફેરફાર કરી શકે છે. આ અસરગ્રસ્ત સોફટવેરમાં 131.0.6778.69/70થી પહેલા ડેસ્ક ટોપ સંસ્કરણો સામેલ છે. સાથે સાથે જ લિનકસ સોફટવેર માટે 131.0.6778.69 થી પહેલાનું સંસ્કરણ સામેલ છે.

આ થઈ શકે છે ખતરો: ડેસ્કટોપ ક્રોમનો ઉપયોગ કરવા પર, સંવેદનશીલ જાણકારી અનધિકૃત પહોંચ સુધી પહોંચવી, પાસવર્ડ હેક કે જરૂરી ફાઈલો નષ્ટ થઈ જવાનો ખતરો છે.

આવી રીતે રહી શકાય સુરક્ષિત: બ્રાઉઝરના નવા સંસ્કરણ સતત અપડેટ કરવા જરૂરી, જાણકારી વગરના મેસેજ કે ઈ-મેલ લિંક પર કિલક ન કરો. કોઈ અપ્રિય ઘટના પર સાઈબર અપરાધ એજન્સીને જાણ કરો.

વેબ પેજથી હેકર્સ ઉઠાવી શકે છે ફાયદો: સીઈઆરટી ઈન એ આઠ બગની જાણકારી આપી છે, જેનો ઉપયોગ હેકર્સ કરી શકે છે. બ્લિંક, ઓટો ફિલ, વ્યુઝ, પેન્ટ, ફાઈલ સિસ્ટમમાં ખોટું કામ, મુક્ત લિંકનો ઉપયોગ, એકસેસ કરવાની ક્ષમતા અને નેવીગેશનના કારણે ક્રોમમાં અનેક કમીઓ છે.