લોગવિચાર :
રોહિત શર્માએ પોતાના પુત્રનું નામ અહાન રાખ્યું છે. રવિવારે તેમની પત્ની રિતિકાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી અને તેમના પુત્રનું નામ અહાન શર્મા રાખવાની જાણકારી આપી.
રિતિકાએ ક્રિસમસની થીમ પર પોતાની ફેમિલી તસવીર શેર કરી છે. આ તસવીરમાં રોહિત શર્મા રો તરીકે, રિતિકા રિત્સા તરીકે, પુત્રીનું નામ સમૈરા છે એટલે સેમી અને પુત્રનું નામ અહાન બતાવવામાં આવ્યું છે. આ સાથે રિતિકાએ ક્રિસમસના હેશટેગનો પણ ઉપયોગ કર્યો છે.
રોહિતની પત્નીએ 15 નવેમ્બરે એક પુત્રને જન્મ આપ્યો હતો. રોહિત અને રિતિકાને સમાયરા નામની એક પુત્રી પણ છે. સમાયરાનો જન્મ 30 ડિસેમ્બર, 2018ના રોજ થયો હતો. રોહિત અને રિતિકાના લગ્ન 2015માં થયા હતા.