ફરી તેજી: સોનામાં 900 અને ચાંદીમાં 2100નો વધારો

લોગ વિચાર :

ફરીવાર સોના ચાંદીમાં તેજીનો દોર શરૂ થયો છે. આજે સોનામાં રૂ।00 અને ચાંદીમાં રૂ।.2100નો વધારો થયો છે. આ ભાવ વધારા સાથે સોનું રૂ।.75200 અને ચાંદી રૂ।.93100ના સ્તરે પહોચ્યું છે.

વિશ્વક સ્તરે થયેલ મોટી હિલચાલે આ મોટો ભાવ વધારો નોંધાયો છે. છેલ્લા કેટલાક સમયથી ભાવ ઘટતા જોવા મળી રહ્યા હતાં. ત્યારે આજે ફરી તેજીનો દોર જોવા મળશે.છેલ્લા કેટલાક દિવસોથી ચાંદીમાં મંદીનો દોર શરૂ થયો હતો.

ગઈકાલ સુધીમાં રૂ।.5000 જેટલો કડાકો નોંધાયો હતો. ત્યારે આજે ફરી એકાએક રૂ।.2100નો નોધ પાત્ર વધારો થયો છે.સોનામાં વધારો ચાલુ જ છે આજે સોનામાં રૂ।.900 અને ચાંદીમાં રૂ।.2100નો વધારો થયો છે.