લોગવિચાર :
ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચના એક રિપોર્ટ અનુસાર 2035 સુધીમાં દુનિયામાં સ્થૂળ લોકોની સંખ્યા વધીને ડબલ થઈ શકે છે. હાલના સમયમાં લગભગ બે અબજ લોકો વધુ વજન અને સ્થૂળતાની ઝપટમાં છે, જે વધીને ચાર અબજ થઈ શકે છે.
આ સંખ્યા દુનિયાની અડધા ભાગની વસ્તીને બરાબર હશે. દાવો કરવામાં આવ્યો છે કે, હાલના સમયમાં દુનિયાની 38 ટકા વયસ્ક વસ્તી અધિક વજનની સમસ્યાનો સામનો કરી રહી છે. આગળ પણ આ સમસ્યા વધશે. વર્લ્ડ ઓબેસિટી એટબસના આંકડાને આધાર બનાવાયો છે.
આ મામલે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. સ્થૂળતાને કારણે થતી બીમારીઓ - ડાયાબીટીસ અને હૃદયરોગને લઈને દુનિયા પર ચાર ખર્વ ડોલરનો વધારાનો બોજ વધશે તે વૈશ્વિક જીડીપી ત્રણ ટકાની બરાબર હશે. ડાયાબીટીસના રોગીઓ વધવાની આશંકા છે.
ભારતની સ્થિતિ ચિંતાજનક
મધ્ય અને ઓછી આવક વાળા દેશમાં વધુ વજનના લોકોની સંખ્યા ઝડપથી વધવાની આશંકા છે. આનું કારણ અનિયંત્રીત ખાનપાન અને જીવનશૈલી છે. આ મામલે ભારતની સ્થિતિ ચિંતાજનક છે.