લોગવિચાર :
ડાયાબીટીસના દર્દીઓ માટે તેમનું બ્લડ સ્યુગર જળવાઇ રહે તે માટે સતત ઇન્સ્યુલીનના ઇંજેકશન લેવા પડે છે અને તેઓ પ્રવાસ કરતા હોય તે સમયે આ ઇન્જેક્શનો સાથે રાખવા પડે છે પણ હવે ટૂંક સમયમાં તેની મુશ્કેલીનો અંત આવી જશે.
ભારતની ફાર્મા કંપની સીપ્લાએ હવે ડાયાબીટીસના દર્દીઓ માટે ઇન્સ્યુલીનની જરૂરીયાત પુરી થાય તેવા ઇનહેલર તૈયાર કર્યા છે અને મોઢેથી ઇન્સ્યુલીન લઇ શકાશે. આ અંગે ટૂંક સમયમાં સત્તાવાર લોચીંગ થાય તેવી શક્યતા છે.
ગત સપ્તાહએ તેણે આ હિન્હેલર Afrezz ને ડ્રગ ઓથોરીટીને માન્યતા આપી દીધી છે સીપ્લાએ આ માટે અમેરિકી કંંપની પાસેથી પેર્ટન મેળવ્યા છે. ભારતમાં ડાયાબીટીસને કન્ટ્રોલમાં રાખવાનું રૂા.20 કરોડનું માર્કેટ છે અને વધુને વધુ લોકો આ રોગમાં ફસાતા જાય છે.
ભારતમાં જ 10 કરોડ જેટલા ડાયાબીટીસ દર્દીઓ હોવાનું માનવામાં આવે છે અને હજુ તેટલાય બોર્ડર લાઇન પર છે. જ્યારે ફાર્મા કંપનીઓ વચ્ચે ડાયાબીટીસ અંગેની દવાઓ વહેંચવા માટે જબરી સ્પર્ધા છે ત્યારે સીપ્લાનું આ પ્રોડક્ટ તેને સરસાઇ આપી શકે છે.
ભારતના ઇન્સ્યુલીનના રૂા.એક હજારથી પાંચ હજાર સુધીમાં મળે છે. એક ઇંજેકશન રૂા.150નું થાય છે જો કે આ નવા ઇન્હેલરની કિંમત જાહેર થઇ નથી પરંતુ આગામી દિવસોમાં તે અંગે પણ માહિતી મળી જશે. જેમાં ઇન્સ્યુલીનનો પાવડર એ ટાઇપ-વન અને ટાઇપ-ટુ બન્ને પ્રકારના ડાયાબીટીસ માટે ઉપયોગ થશે.