કણકણમાં પ્લાસ્ટિક! એક વર્ષમાં 260 ગ્રામ પ્લાસ્ટિક માનવ પેટમાં જાય છે!

લોગવિચાર :

પ્લાસ્ટિક એક એવો પદાર્થ છે જે હવે જીવનનો એક ભાગ બની ગયો છે.જેના કારણે માણસ એક વર્ષમાં 260 ગ્રામથી વધુ પ્લાસ્ટિક પેટમાં પધરાવી રહ્યો છે.માઈક્રો પ્લાસ્ટિક કણના રૂપમાં ખાન-પાનનાં તોર તરીકાથી અને શ્વાસથી આપણા શરીરમાં પહોંચી જાય છે.

અધ્યયનમાં એવી ચોંકાવનારી હકીકત બહાર આવી છે કે માણસ એક વર્ષમાં 11 હજારથી લઈને 1.93 લાખ માઈક્રો પ્લાસ્ટિક કણ ગળી રહ્યો છે.ઈકો પ્લાસ્ટીક કણો અને તેનાથી થતા નુકશાન પર એમ્સમાં આયોજીત કાર્યક્રમમાં ઓસ્ટ્રેલીયાનાં ન્યુકેસલ વિશ્ર્વ વિદ્યાલયનાં પ્રો.થાવા પલાનીસામીએ પોતાના એક અધ્યયનમાં હવાલાથી આ જાણકારી આપી છે.

તેમણે 100 થી વધુ અધ્યયનો પર વિશ્લેષણ કર્યા બાદ એક સંશોધનપત્ર પણ તૈયાર કર્યું છે.ડો.થાવાએ જણાવ્યું છે કે કયો માણસ કેટલુ પ્લાસ્ટીક ગળે છે એ વાત એના પર નિર્ભર રહે છે કે તે કયા સ્થાને રહે છે.દા.ત.વિયેટનામ જેવા દેશ કે જયા સૌથી વધુ સી-ફૂડ (સમુદ્રી ખોરાક)ખાવામાં આવે છે. ત્યાં સૌથી વધુ પ્લાસ્ટિક ગળવામાં આવે છે.

એમ્સની એનેટોમી વિભાગની પ્રો.ડો.રીમા દાદાએ જણાવ્યું હતું કે મહાસાગરોમાં મોજુદ પ્લાસ્ટિક સી ફૂડથી માણસના શરીર સુધી પહોંચે છે. આ ઉપરાંત નળનુ પાણી, બોટલબંધ પાણી અને બીયર અને નમક જેવા પદાર્થોમાં પણ માઈક્રો પ્લાસ્ટિક મળી આવ્યું છે. મહાસાગરો માટી અને ત્યાં સુધી કે આપણા દ્વારા શ્વાસમાં લેવામાં આવતી હવામાં પણ આ નાના પ્લાસ્ટિક કણ ઘૂસી ગયા છે. પ્લાસ્ટિકની પાણીની બોટલો, ચાકુઓ અને ત્વચા સંબંધી ઉત્પાદનોથી વિભિન્ન રસાયણ આપણા શરીરમાં પ્રવેશી જાય છે.

ડાયાબીટીસથી માંડીને વંધ્યત્વનો ખતરો
પ્લાસ્ટિક કણ જયારે શરીરમાં જાય છે ત્યારે રોગ પ્રતિકારક શકિત ઘટી જાય છે. જેથી ડાયાબીટીસ વંધ્યત્વનો ખતરો વધી શકે છે. આથી કેન્સર અને ન્યુરોલોજીકલ બીમારીનો પણ ખતરો વધી જાય છે. સૌથી વધુ પ્લાસ્ટીક નળ અને બોટલનાં પાણીમાં હોય છે મધ, ખાંડથી પણ પ્લાસ્ટીક પેટમાં જાય છે.