લોગવિચાર :
સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી આવતીકાલે સુરત - બેંગકોકની ફલાઈટ શરૂ થનાર છે. જેને રેકોર્ડ બ્રેક સફળતા મળી છે. પહેલી ફલાઈટમાં સંપૂર્ણ ફ્લાઈટ હાઉસ ફુલ થઈ ગઈ છે.
પહેલીવાર સુરતથી શરૂ થતી ઈન્ટરનેશનલ ફલાઈટ પહેલા જ દિવસ માટે ફૂલ થઈ ગઈ હોય એવી પ્રથમ ઘટના છે. સુરત-બેંગકોકની ફલાઇટ વિકમાં ચાર દિવસ ઓપરેટ થનાર છે. સોમ, બુધ, શુક્ર અને રવિવારે આ ફ્લાઈટ સવારે 9:35 એ સુરત એરપોર્ટ ખાતેથી ટેકઓફ થશે અને બપોરે 3:35 કલાકે બેંકકોક ખાતે પહોંચશે.
બેંગકોકથી સાંજે સાડા ચાર વાગે ટેકઓફ થઈ ફ્લાઈટ સાડા સાત વાગે સુરત એરપોર્ટ ખાતે લેન્ડ થશે. શરૂઆતમાં ફ્લાઈટની ટિકિટ ઓછી બુકિંગ થતાં એર ઈન્ડિયા એક્સપ્રેસના અધિકારીઓ સુરત આવી ગયા હતા.
પરંતુ ત્યારબાદ સારો રિસ્પોન્સ મળતા સવારે તેને સી ઓફ કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. બેંગકોક જતા પર્યટકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.