રશિયાના ચેચન્યા જઇ રહેલું વિમાન દુર્ઘટનાગ્રસ્ત : 46 થી વધુ લોકોના મોત

લોગવિચાર :

કઝાકીસ્તાનના અકતાઉમાં એક ગંભીર વિમાની દુર્ઘટનામાં મુસાફરોને લઇ જતું પેસેન્જર પ્લેન ક્રેશ થતાં મોટી જાનહાનીનો ભય સેવાઇ છે. વિમાનમાં છેલ્લા અહેવાલો મુજબ 68 મુસાફરો હતા અને તેમાંથી 22 લોકોને બચાવી લેવાયા હોવાના અહેવાલ છે.

આ વિમાન અઝરબેજાનથી રશિયાના ગ્રોસ શહેર જઇ રહ્યું હતું. ગાઢ ધુમ્મસના કારણે ફ્લાઇટનો રૂટ બદલવામાં આવ્યો હતો. આ દુર્ઘટના પૂર્વે વિમાનના પાયલોટે અકતાઉ પાસે ઇમર્જન્સી લેન્ડીંગની મંજુરી મારી હતી અને એરપોર્ટ પર અનેક ચકકરો લગાવ્યા હતા પરંતુ થોડી મીનીટોમાં જ પ્લેન ક્રેશ થઇ ગયું હતું અને જમીન પર આગના ગોળાની જેમ પડ્યું હતું.

વિમાને લેન્ડીંગની પરવાનગી માગતા જ એરપોર્ટ પર કટોકટી જાહેર કરાઇ હતી. જાણકાર સુત્રોની માહિતી મુજબ વિમાને લેન્ડીંગ કરવા માટે પ્રયત્ન કર્યો હતો પરંતુ ગાઢ ધુમ્મસના કારણે તે લેન્ડ નહીં થઇ શકતાં ફરી એક વખત હવામાં જવા પ્રયત્ન કર્યો હતો અને આ દરમ્યાન દુર્ઘટના સર્જાઇ હતી.

જો કે એરપોર્ટ પર તૈયાર ફાયર બ્રિગેડની અને બચાવ દળે વિમાનના કાટમાળ પાસે જઇને આગ ઓલવવા અને શક્ય તેટલા મુસાફરોને બચાવવા પ્રયત્ન કર્યો હતો હજુ સુધી જાનહાનિ અંગે કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી પરંતુ માનવામાં આવે છે કે 22 જેટલા લોકોને બચાવવામાં સફળતા મળી છે. વિમાનમાં જ્યારે 42 લોકોનો ભોગ લેવાયો હતો તેવા અહેવાલ છે. વિમાનમાં 62 મુસાફરો અને 5 ક્રુમેમ્બર હતા.

અઝરબેજાન એરલાયન્સનું આ વિમાન 190-એએસવાય-8243ને અગાઉ પક્ષી પણ અથડાયું હોવાનું બહાર આવ્યું છે અને તેથી જ વિમાનના ચાલકે ઇમર્જન્સી લેન્ડીંગની મંજુરી માંગી હતી પરંતુ યોગ્ય રીતે લેન્ડીંગ થઇ શક્યું નહીં અને જમીન સાથે ટક્કરાતા તે તૂટી પડ્યું હતું. વિમાન અઝરબેજાનના બાકુ શહેરથી મોસ્કોના ગ્રોસ ભણી જવા રવાના થયું હતું.

વિમાનમાં મુસાફરોની સંખ્યામાં હજુ પણ વિરોધાભાસી અહેવાલ આવે છે. રશિયાના ચેચન્યા પ્રાંતની રાજધાની ગ્રોસથી તે એક કલાકના અંતરે જ દૂર હતું તે સમયે આ દુર્ઘટના સર્જાઇ હતી.