ચાંદી અને જડીબુટ્ટીઓમાંથી બનાવેલ અનોખી દવા : ઘા ઝડપથી રૂઝાય છે

લોગવિચાર :

પશુઓ અને માણસોને ઇજા થવાથી, દાઝી જવાથી થતા ઘાવ જલ્દી ભરાઇ જશે, સાથે સાથે ઘાનું નિશાન પણ નહીં રહે. ખરેખર તો વૈજ્ઞાનિકોએ ચાંદીના નેનો પાર્ટીક્લસ અને હર્બલ એસેસિએસ ઓઇલને મેળવીને એવું ફોર્મ્યુલેશન બનાવ્યું છે, જે ઘાવ પર ઉછરેલા જિદ્ી બેકટેરિયાનો ખાત્મો અન્ય દવાઓની તુલનામાં જલદી કરશે. નવા વર્ષમાં આ દવા બજારમાં  ઉપલબ્ધ થશે. ભારતીય પશુ ચિક્ત્સિ, અનુસંધાનના વૈજ્ઞાનિક ડો. રવિકાંત અગ્રવાલે જણાવ્યું હતું કે દેશમાં એન્ટી બાયોટિક દવાનો ઉપયોગ બેફામ થઇ રહ્યો છે.

2022માં મળ્યું હતું દવા બનાવવાનું કામ
વર્ષ 2022માં આઇવીઆરઆઇને દવા તૈયાર કરવાનો પ્રોજેક્ટ સોંપવામાં આવ્યો હતો. જે અંતર્ગત સંસ્થાએ નવી દવા બનાવવા માટે કામ શરુ કર્યું હતું.

લોશન-સ્પ્રેના રૂપમાં આવશે દવા
આઇવીઆરઆઇના મુખ્ય વૈજ્ઞાનિક ડો. રવિકાંત અગ્રવાલે જણાવ્યું હતું કે પશુઓ માટે આ દવાને લોશન સાથે જ સ્પ્રેના ફોર્મમાં પણ બનાવવામાં આવશે, જેથી પશુઓ પર કેટલાક અંતરથી તેનો ઉપયોગ કરી શકાય છે.