Bye Bye 2024 : મધ્યરાત્રિએ, સમગ્ર વિશ્વ ઉજવણીમાં ડુબશે

લોગવિચાર :

કેલેન્ડર વર્ષ 2024 નો આજે અંતિમ દિવસ છે અને આવતીકાલે નવા વર્ષ 2025 નું આગમન થનાર છે ત્યારે વર્ષને બાય-બાય કરવા તથા નવા વર્ષને સત્કારવા માટે ભારત સહીત દુનિયાભરમાં જશ્ન મનાવવા માટે અભુતપુર્વ તૈયારીઓ થઈ છે. ડાઈંગ-ડાન્સ પાર્ટીથી માંડીને આતશબાજી સહીતનાં સેંકડો-હજારો કાર્યક્રમો ગોઠવાયા છે નવી આશા-અરમાનો સાથે લોકો નવા વર્ષના સ્વાગત માટે તત્પર બન્યા છે.

કેલેન્ડર વર્ષ 2024 પૂર્ણ થવા જઈ રહ્યું છે વર્ષ દરમ્યાન કુદરતી આફતો, યુદ્ધ સહીતનાં અનેકવિધ ઘટનાઓની કડવી યાદોની સામે નવી સિદ્ધિઓ પણ વણાયેલી રહી છે. કડવી યાદોને ભુલાવીને નવા અરમાનો સાથે દુનિયાભરમાં લોકો જશ્નમાં ગળાડુબ બનશે.દુનિયાભરનાં દેશોમાં આ માટેની જોરદાર તૈયારીઓ કરવામાં આવી છે.

એફીલ ટાવરથી માંડીને વિશ્વભરનાં સ્મારકોમાં પણ રોશની સહીતનાં કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે. ઠેકઠેકાણે અભુતપુર્વ ભવ્ય આતશબાજીનાં કાર્યક્રમો પણ ગોઠવવામાં આવ્યા છે. વર્ષ 2024 અનેક કડવી-મીઠી યાદો સાથે વિદાય પામશે અને કાલે નવી આશાના કિરણ સાથે સુર્યોદય થશે.

ભારતમાં પાટનગર દિલ્હી મુંબઈ, કોલકતા, બેંગ્લોર પુના જેવા મહાનગરથી માંડીને નાના શહેરોમાં ડાન્સ વીથ ડીનરનાં કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. સાંજથી જ પાર્ટી શરૂ થઈ જશે. પાટનગર દિલ્હીમાં કોનોટ પ્લેસ ઈન્ડીયા ગેટ જેવા જાહેર સ્થળોએ પણ માનવ કીડીયારૂ ઉભરાવવાની ગણતરીને ધ્યાને રાખીને ટ્રાફીક સુરક્ષા સહીતનાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરાનો પણ ઉપયોગ રાખવામાં આવશે.

મહાનગર મુંબઈ જેવા શહેરોમાં સેલીબ્રીટી પાર્ટી સહીતનાં અનેકવિધ આયોજનો ગોઠવવામાં આવ્યા છે. ગેટ વે ઓફ ઈન્ડીયાથી માંડીને જાહેર સ્થળોએ જશ્નની ધુમ સાથે ચિકકાર માનવ મેદની ઉમટવાની ગણતરીએ બંદોબસ્ત ગોઠવાયો છે.

દુનિયાભરમાં નવા વર્ષને આવકારવાનો ઉત્સાહ-ઉન્માદ છલકી રહ્યા છે. અમેરિકા, બ્રિટન, ફ્રાંસ, જર્મની, હોંગકોંગ, દુબળ, સિંગાપોર, સહીત તમામે તમામ દેશોના લોકોના જશ્નમાં ડુબશે.

વિખ્યાત નદી ટાવર સહીતના પ્રવાસન સ્થળોને રંગબેરંગી અભૂતપૂર્વ શણગાર કરવામાં આવ્યા છે. ગગનચુંબી ઈમારતો પર રોશનીનો ઝગમગાટ રહ્યો છે. મધરાત્રે ભવ્ય આતશબાજીના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. યાદગાર ઉજવણીનો માહોલ રહ્યો છે.