લોગવિચાર :
અમેરિકા અને ચીન વચ્ચેના વ્યાપારી તનાવ વચ્ચે ફરી એક વખત ચીનના હેકર્સ દ્વારા અમેરિકાના ટ્રેઝરી વિભાગની કોમ્પ્યુટર સીસ્ટમને નિશાન બનાવ્યું છે અને અત્યંત ગુપ્ત ગણાય તેવા દસ્તાવેજો પણ આ હેકર્સે તફડાવી લીધા હોવાનું બહાર આવતા જ અમેરિકી એજન્સી સાવધ થઇ ગઇ છે.
આ હેકર્સને ચીનની સરકારી એજન્સીઓનો ટેકો હોવાનું માનવામાં આવે છે. અમેરિકી સમાચાર સંસ્થાએ એએફપીના રીપોર્ટ અનુસાર અમેરિકી ટ્રેઝરી વિભાગ કે નાણાં મંત્રાલય સમકક્ષ ગણાય છે. તે હેકર્સનું નિશાન બન્યું છે અને કેટલાક ગુપ્ત દસ્તાવેજો પણ આ હેકર્સે હાંસલ કર્યા હોવાનું માનવામાં આવે છે.
આ માસના શરુઆતમાં આ સાયબર એટેક થઇ હોવાનું ટ્રેઝરીના પ્રવકતાએ સ્વીકાર્યું હતું અને કહ્યું કે, ચીની સરકાર દ્વારા સ્પોન્શર કરાયેલ સાયબર હેકર્સએ થર્ડ પાર્ટી સિક્યોરીટી પ્રોવાઇડરની સુરક્ષાને પણ ભેદી નાખી હતી અને ટ્રેઝરી વર્ક સેશનના દસ્તાવેજો ઉપરાંત કેટલાક અનક્લાસીફાઇડ દસ્તાવેજો આ હેકર્સે હાંસલ કર્યા છે.
ટ્રેઝરીની સુરક્ષા માટે બીયોન્ડ ટ્રસ્ટ નામની કંપનીને જવાબદાર ગણાય છે. અને અમેરિકી સાયબર સિક્યોરીટી તથા ઇન્ફાસ્ટ્રક્ચર સિક્યોરીટી એજન્સી સાથે મળી તે કામ કરે છે હવે આ હેકર્સ કેટલું નુકશાન કરી ગયા છે તે અંગે તપાસ થઇ છે.