લોગ વિચાર :
ચીનનાં એચએમપીવી વાયરસના પગપેસારાને પગલે કેન્દ્રની સાથોસાથ ગુજરાતમાં સરકાર તથા જુદા જુદા વિભાગો એલર્ટ બન્યા જ છે. શિક્ષણ વિભાગે પણ આરોગ્ય તંત્ર સાથે સંકલન સાધીને શરદી-ઉધરસ તાવ જેવી બિમારી બાળકોને શાળાએ નહી મોકલાવાની સલાહ આપી છે.
અમદાવાદમાં એચએમપીવીનો પ્રથમ કેસ નોંદાતા શિક્ષણ વિભાગ સતર્ક બન્યુ છે અને સાવચેતીનાં પગલા લેવાની તૈયારી શરૂ કરી છે. શાળા સંચાલકો પણ વાલીઓ સાથે સંપર્ક કરીને શરદી-ઉધરસ-તાવ જેવા લક્ષણો હોય તો બાળકોને સ્કુલે ન મોકલવા સુચવી રહ્યા છે. અમુક સ્કુલોએ અલાયદા કલાસ પણ રાખ્યા છે. અને જરૂર પડયે કોઈ શંકાસ્પદ લક્ષણ ધરાવતા બાળકનું સ્ક્રીનીંગ કરવાની પણ તૈયારી રાખી છે.
સ્કુલ સંચાલકોએ કહ્યુ કે અનેક પરિવારોએ નાતાલની રજાઓમાં બાળકો સાથે વિદેશ પ્રવાસ કર્યો છે. એટલે વાલીઓ વધુ ચિંતીત હતા અને સામે ચાલીને મેનેજમેન્ટ સાથે સંપર્ક કરવા લાગ્યા હતા.
સ્કુલ મેનેજમેન્ટના સુત્રોએ કહ્યું કે સહકારી માર્ગદર્શીકાની પ્રતિમા છે છતાં વ્યકિતગત રીતે અગમચેતી-સાવચેતીનાં કદમ ઉઠાવવામાં આવી રહ્યા છે. કોવીડકાળના પ્રોટોકોલનો અનુભવ છે જ એટલે નવેસરથી શરૂઆત કરવાની રહેતી નથી. વાલીઓએ પણ તકેદારી રાખવા તથા શરદી-ઉધરસ જેવી ચેપી બિમારીનાં લક્ષણો ધરાવતાં બાળકોને શાળાએ ન મોકલવાનું સુચવવામાં આવી રહ્યું છે.
લક્ષણો ગંભીર રીતે તો તે એચએમપીવીનાં નવી તેવુ તબીબી પ્રમાણપત્ર મોકલવાનું કહેવામાં આવશે. શાળા-શૈક્ષણીક સંસ્થાઓએ તબીબી સવલતની પણ તૈયારી રાખી છે. શંકાસ્પદ લક્ષણો વિશે શિક્ષકોને માહીતગાર કરીને બાળકને આઈસોલેશનમાં રાખવા કહેવામાં આવ્યુ છે. વાલીઓ પણ ચિંતિત હોવાથી તેઓને બાહેંધરી આપવામાં આવી રહી છે. સ્કુલો વિશે પણ સરકાર માર્ગદર્શીકા જારી કરે તેવી સંભાવના છે.
ખાનગી હોસ્પિટલો ખાસ વોર્ડ તૈયાર કરવાનું શરૂ
બાળકો-વૃદ્ધો તથા નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ખાસ તકેદારી રાખવા તબીબોની સલાહ
ગુજરાતમાં એચએમપીવીનો પ્રથમ કેસ નોંધાવા સાથે આરોગ્યતંત્રની સાથોસાથ ખાનગી હોસ્પીટલો પણ સજજ બનવા લાગી છે. આવતા દિવસોમાં કદાચ કેસ વધે તો સ્થિતિને પહોંચી વળવા આઈસોલેશન વોર્ડ તૈયાર રાખવાની વ્યવસ્થા શરૂ કરી છે.
એચએમપીવીથી બાળકો તથા વયોવૃદ્ધો વધુ સંક્રમીત બની શકે છે. રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તેવા લોકો પર જોખમ વધુ હોય છે. સરકાર તરફથી માર્ગદર્શિકા ઘડવામાં આવી રહી છે તે પુર્વે હોસ્પીટલોએ કોવિડના ધોરણે આગોતરી તૈયારી શરૂ કરી છે.
સ્ટર્લિંગ હોસ્પીટલના ગ્રુપ મેડીકલ ડાયરેકટર નિખિલ લાલાએ કહ્યું કે, શંકાસ્પદ શ્વસન રોગ ધરાવતા દર્દી માટે આઈસોલેશન વોર્ડ તૈયાર કર્યા છે. ડીએચએસ હોસ્પીટલે પણ કહ્યું કે બાળકો-વૃદ્ધોને વધુ સંક્રમીત કરતા આ વાયરસના લક્ષણો હોય તો દર્દીને આરટીપીસીઆર ટેસ્ટના પરિણામ સુધી અલગ રાખવા માટે અલાયદો વોર્ડ તૈયાર કરાયા છે.