16 વર્ષીય કિશોર બિહારથી 1743 કિમી સ્કેટ કરીને વૈષ્ણોદેવીના ચરણે પહોંચ્‍યો

લોગ વિચાર :

બિહારના જેહાનબાદમાં રહેતા ૧૬ વર્ષના અમિત કુમાર નામના ટીનેજરે સ્‍કેટિંગ કરીને પોતાના ગામથી જમ્‍મુના માતા વૈષ્‍ણોદેવીના મંદિર સુધી યાત્રા કરી હતી. રોલર-સ્‍કેટ્‍સ પર લગભગ ૧૭૪૩ કિલોમીટરનું અંતર કાપતાં તેને ઘણા દિવસો લાગ્‍યા હતા. સ્‍કેટિંગનું પૅશન અને વૈષ્‍ણોદેવી પ્રત્‍યેની શ્રદ્ધાથી પ્રેરાઈને તેણે આ અત્‍યંત કપરી યાત્રા કરી હતી અને શારીરિક સામર્થ્‍ય અને આધ્‍યાત્‍મિક સમર્પણની મિસાલ રજૂ કરી હતી.