લોગ વિચાર :
આજના સમયમાં સ્માર્ટફોનની ચોરી ઘણી સામાન્ય વાત છે, પરંતુ ચોરી બાદ સૌથી મોટી સમસ્યા ફોનમાં લોગીન એપ સાથે જોડાયેલી છે. એવી આશંકા છે કે કોઇ ચોર ફોનમાં લોગિન એપ દ્વારા તમારો ડેટા ચોરી શકે છે અને બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે ચોરી થયેલા ફોનમાંથી એપને રીમોટલી ડિલીટ કરી શકાય છે.
આ રીતે સાઇન આઉટ કરો
- પ્રથમ જી-મેઇલ ખોલો
આ પછી ઉપરના જમણા ખુણે દેખાતા પ્રોફાઇલ ફોટો પર કલીક કરો. આ પછી તમારે મેેનેજ યોર ગુગલ એકાઉન્ટ પર કલીક કરવાનું રહેશે.
- ત્યારબાદ તમારે સિકયોરીટી ઓપ્શન કલીક કરવાનું છે.
- આ પછી જો તમે સ્ક્રીન નીચે સ્ક્રોલ કરશો તો તમને મારા યોર ડિવાઇઝ વિકલ્પ દેખાશે. જયાં તમારે નીચે મેનેજ ઓલ ડિવાઇસ ઓપ્શન પર કલીક કરવાનું રહશેે. અહીં તમે જોઇ શકશો કે તમારૂ જી-મેઇલ કયાં ડિવાઇસ પર અને કયા લોકેશનમાં લોન ઇન છે.
આ પછી તમે તે ડિવાઇસથી રિમોટલી જી-મેઇલમાં લોગઇન કરી શકશો. તમને જણાવી દઇએ કે એકવાર ફોનમાંથી જી-મેઇલ લોગ આઉટ થઇ જાય તો તમારા ફોનમાં જી-મેઇલ સાથે જોડાયેલ તમામ એપ્સ લોન આઉટ થઇ જાય છે.
તમે આ રીતે તમારી ફોન શોધી શકશો.
ફાઇન્ડ અ લોસ્ટ ડિવાઇસનો વિકલ્પ આ પેજની નીચે દેખાશે. જેના પર કલીક કરવાથી ડિવાઇસનું લોકેશન અને લોગિન ટાઇમ જાણી શકાશે.
બીજી રીત
- ગુગલ પ્લે સ્ટોર એપ્લીકેશન ખોલો. આ પછી ઉપરના જમણા ખુણામાં પ્રોફાઇલ અઇકોન પર ટેપ કરો.
- આ પછી મેનેજ ટેબ ટેબ પસંદ કરો. આ પછી મેનેજ ટેબ પર કલીક કરો.
- આ પછી ઉપરના જમણા ખુણે બોકસ પર કલીક કરો. આ પછી લિસ્ટ ખુલશે, પછી તમે જે એપને અનઇન્સ્ટોલ કરવા માંગો છો તેને પસંદ કરો.
- એકવાર તમે ઉપકરણ પસંદ કરી લો. પછી તમે બોકસને ચેક કરીને એપ્લીકેશનને અનઇન્સ્ટોલ કરી શકશો.