લોગ વિચાર :
કુંભમેળાને હવે આખરી ઓપ અપાઈ રહ્યો છે. સીએમ યોગીનો પ્રયાગરાજની મુલાકાતનો બીજો દિવસ છે. સીએમ યોગીએ કુંભમેળા માટે રેડીયો ચેનલ શરૂ કરી છે.તો કમલા બહુગુણાની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
આજે પ્રયાગરાજમાં મહાકુંભમાં 11 મો અખાડો પ્રવેશ કરશે.કીડગંજથી ભવ્ય શોભાયાત્રા સાથે મહાકુંભ છાવણીમાં પ્રવેશ થશે. નિર્મલ અખાડાનાં સંત, મહંત મહામંડલેશ્વર અને આચાર્ય છાવણી શોભાયાત્રામાં સામેલ થશે.
ખાસ શટલ બસ દોડશે
મહાકુંભને લઈને ઉતર પ્રદેશ પરિવહન નિગમની ઈલેકટ્રીક શટલ બસો અને અટલ સેવા બસોને સીએમ યોગીએ લીલીઝંડી બતાવી હતી. સીએમ યોગીએ અધિકારીઓને બાકી કામો જલદી પુરા કરવાનો નિર્દેશ આપ્યો છે.
મહાકુંભમાં રામબાગ અને ઝુંસી સ્ટેશનો પર 46 ટ્રેનોનો અસ્થાયી હોલ્ટ
મહાકૂંભ મેળા દરમ્યાન શ્રધ્ધાળુઓની સુવિધા માટે રેલવેએ 46 ટ્રેનોને રામબાગ અને ઝુંસી સ્ટેશનો પર પાંચ મીનીટ માટે અસ્થાયી રોકાણ આપવાનો નિર્ણય લીધો છે.
મહાકુંભમાં કોલ સેન્ટરની વ્યવસ્થા
મહાકુંભમાં કોલ સેન્ટર સીસ્ટમ જેવી વ્યવસ્થા લાગુ છે. જયાં સોઈ પણ ખોવાઈ જાય તો 10 સેન્ટરથી લાઈવ મદદ મળશે.સોશ્યલ મિડિયાના માધ્યમથી પણ જાણકારી શેર કરવામાં આવશે અને વિશાળ સ્ક્રીન પર સુચના પણ જાહેર કરાશે. આ વ્યવસ્થાથી શ્રધ્ધાળુઓની કોઈપણ સમસ્યાનો હલ મળી જશે જેથી મહાકુંભની યાત્રા સુગમ બને.
ઈમરજન્સી માટે મજબુત બંદોબસ્ત
કુંભમેળાનાં શ્રધ્ધાળુઓ માટે વહીવટી તંત્ર દ્વારા ઈમરજન્સીમાં સુરક્ષા માટે મજબુત બંદોબસ્ત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અલગ અલગ રંગના કયુઆર કોડ પણ મેળામાં લગાવાયા છે. મેડીકલ ઈમરજન્સી કે અન્ય કોઈ ઈમરજન્સી માટે લાલરંગના કયુઆર કોડનો ઉપયોગ કરવો પડશે. આ કમાન્ડ દિવસ-રાત કામ કરનારા કમાન્ડ સેન્ટર સાથે જોડાયેલો રહેશે.
અલગ અલગ ભાષામાં સમસ્યાનું સમાધાન થશે
મહાકૂંભમાં અલગ અલગ રાજય અને દેશના શ્રધ્ધાળુઓ પહોંચી રહ્યા છે. દરેકની અલગ અલગ ભાષા છે ત્યારે કર્મચારીઓને તેમની ભાષામાં વાત કરવા મોટો પડકાર બનશે. પરંતુ આ સમસ્યા નિવારવા વહીવટી તંત્રે ભાષામાં વાત કરી શકે તેવા કર્મચારીઓને કમાન્ડ સેન્ટરમાં ફરજ સોંપી છે.
બોલીવુડ સહીત હસ્તીઓ કુંભમેળામાં આવશે
કુંભમેળામાં બોલીવુડની હસ્તીઓ અમિતાભ બચ્ચન, આલીયા ભટ્ટ, રણશબીરકપુર ઉપરાંત હેમામાલીની, ઝુબીન નોટીયાલ, કંગના રનૌત, સંજયદત, તેમજ માલીની અવસ્થી સહીતના સ્ટાર્સ પણ સામેલ થશે.તુલસી પીઠાધીશ્વર રામભદ્રાચાર્યની શિબીરમાં આ કલાકારો સામેલ થશે. આ શિબીર કલા, સંસ્કૃતિ અને ભકિતનાં રંગોથી રસ તરબોળ થશે.