શું તમે મેટ્રિમોનિયલ સાઇટ પર જીવનસાથી શોધી રહ્યા છો? તો પછી સરકારની સલાહ ખાસ વાંચો

લોગ વિચાર :

દેશમાં મેટ્રિમોનિયલ (લગ્ન સંબંધી) સાઈટ્સ પર છેતરપિંડીના મામલા સતત વધી રહ્યા છે. જેથી અનેક લોકો ઠગાઈના ભોગ બની રહ્યા છે. આ મામલે ગૃહ મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરી વેરિફાઈડ વેબસાઈટ પસંદ કરવા અને અંગત જાણકારી શેર ન કરવા અને એનઆરઆઈ પ્રોફાઈલથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે.

વેરીફાઈડ મેટ્રિમોનિયલ સાઈટ જ પસંદ કરો
મેટ્રિમોનિયલ એપ અને વેબસાઈટ પર રજિસ્ટ્રેશન પહેલા તેને રજિસ્ટ્રેશન પહેલા તેને વેરીફાઈ કરો. રિવ્યુ જુઓ.

ઈ-મેલ આઈડી નવું બનાવો
મેટ્રિમોનિયલ સાઈટ બનાવતી વખતે નવી કે પછી જો ઈ-મેલ આઈડીનો ઉપયોગ ન કરો, જેથી આપની યુપીઆઈ લિંક ન થાય. વાતચીત માટે સાચી રીત અપનાવો. આપનું સરનામુ, આપનો ફોટો, યુપીઆઈથી લિંક મોબાઈલ નંબર શેર ન કરો.

બેક ગ્રઉન્ડ જરૂર તપાસો
જો મળીને અને વાતચીત કરવાથી આપને બધુ ઠીક લાગતું હોય ત્યારે પણ સંબંધ નકકી કરતા પહેલા વર કે વધુના બારામાં બધી જાણકારીઓ મેળવો. તેની ઓફિસ, દોસ્ત, પરિવાર, સંબંધી, પડોશી સાથે જરૂર વાત કરો.

પરિવારને હંમેશા અને પૂરી જાણકારી આપો
મેટ્રિમોનિયલ વેબસાઈટ પર થયેલા કોઈ મેચીંગના બારામાં પરિવારને જરૂર બતાવો, જેથી પરિવારના સ્તર પર સંભવિત મેચીંગના બારામાં પૂરી માહીતી મેળવી શકાય.

પરિવારને મુલાકાતના બારામાં બતાવો
મેટ્રિમોનિયલ વેબસાઈટ પર મળેલ ભવિષ્યના જીવનસાથે સાથે હંમેશા જાહેર સ્થળે જ મળો. આ બારામાં પરિવાર અને મિત્રોને મળો.

ખૂબ જ સવાલ પૂછો
મેટ્રિમોનિયલ વેબસાઈટ પર મળેલ વ્યકિત સાથે વાતચીત દરમિયાન ખૂબ જ સવાલ પૂરો જેથી સંભવિત પાર્ટનરને બહેતર જાણી શકશો.

પૈસા માગે તો મનાઈ કરી દો
મેટ્રિમોનિયલ સાઈટ પર મળેલ સંભવિત પાર્ટનર ઈમરજન્સીનો હવાલો આપીને પૈસા માગે તો સ્પષ્ટ ભાષામાં ના પાડી દો. જો તે વારંવાર પૈસા માગે તો સતર્ક થઈ જવું.

એનઆરઆઈ પ્રોફાઈલ સાથે વાત કરતા સાવધ રહો
એનઆરઆઈ પ્રોફાઈલ સાથે વાતચીત કરતી વખતે વધુ સજાગ રહો. સામ-સામા મળ્યા વિના લગ્ન માટે બિલકુલ હા ન કહો.

કેવી રીતે ઓળખશો
જો કોઈ વ્યકિત વીડિયો જેટ પર આવવાનો કે સામસામા મળવાનો ઈનકાર કરે તો તે ઠગ હોઈ શકે છે. સોશિયલ મીડિયા પર ઓછા મિત્ર હોય કે પોસ્ટ હોય તો પણ એલર્ટ થઈ જાઓ. શરૂઆતી વાતચીતમાં કેટલા કમાવ છો. કેટલા બચાવો છો, એકાઉન્ટમાં કેટલા પૈસા છે જેવા વાતો પૂછો.

ફ્રોડ થવા પર શું કરશો
જો આપની સાથે કોઈ છેતરપિંડી થાય કોઈ સાયબર અપરાધ થાય તો તેની માહીતી નજીકના પોલીસ સ્ટેશને કે ડાયલ 100 પર આપો. સાથે સાથે નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટીંગ પોર્ટલ www.cybercrime.gov.in   અથવા @cyberDostપર પણ જાણ કરી શકો છે.