સૈફનો મેડિકલ વીમાનો દાવો રૂા.35.95 લાખ

લોગ વિચાર :

બોલીવુડ અભિનેતા સૈફઅલીખાન તેના જ ઘરમાં લુંટારુના હુમલામાં ઘાયલ થતા સારવાર હેઠળ છે ત્યારે તેની તબીબી સારવારનો ખર્ચ 35.95 લાખ થયો છે. અભિનેતાએ વિમા કંપની પાસે 34.95 લાખનો દાવો કર્યો હતો તેમાંથી 25 લાખ મંજુર થયા છે.

બાંદ્રાના નિવાસસ્થાનમાં ઘુસેલા લુંટારુ સાથે ઝપાઝપી થતા સૈફઅલીખાનને ઈજા થઈ હતી. આ દરમ્યાન લુંટારૂએ તેના પર છરીથી હુમલો કર્યો હતો. પરિણામે અભિનેતાને કરોડરજજુ સહિત ત્રણ ભાગોમાં ઉંડા ઘા થયા હતા. સૈફઅલીખાન લીલાવતી હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. તેના પર સર્જરી કરવામાં આવી હતી અને હાલત સંપૂર્ણ ભયમુક્ત હોવાનુ જણાવાયુ છે.

ત્રણેક દિવસથી હોસ્પીટલમાં સારવાર હેઠળ રહેલા સૈફઅલીખાનને એકાદ દિવસમાં રજા મળવાની અટકળો વચ્ચે તેનુ મેડીકલ બીલ તથા તે પેટેનો આરોગ્ય વિમા કલેમ સોશ્યલ મીડીયામાં લીક થયો છે.

આ લીક વાયરલ મેસેજ મુજબ સૈફ બૂપા હેલ્થ ઈુસ્યોરન્સમાં આરોગ્ય વિમા કવચ ધરાવે છે અને સારવાર પેટે 35.95 લાખ રૂપિયાનો દાવો કર્યો છે તે પેટે 25 લાખ અગાઉથી જ મંજુર થઈ ગયા છે.

મેડીકલ દસ્તાવેજોમાં સૈફની મેમ્બર આઈડી, નિદાન, હોસ્પીટલ રૂમ તથા ડીસ્ચાર્જની સંભવિત તારીખ પણ દર્શાવવામાં આવી છે. 21 જાન્યુઆરીએ તેને ડીસ્ચાર્જ મળવાનુ અનુમાન દર્શાવાયુ છે.

આ વાયરસ વિમા દાવા વિશે બૂપા ઈુસ્યોરન્સ કંપનીએ કહ્યું કે, સૈફ પરનો હુમલો કમનસીબ ઘટના છે. સૈફ પણ અમારી કંપનીનો આરોગ્ય વિમો ધરાવે છે. હોસ્પીટલમાં દાખલ થતા કંપનીને પ્રિ-ઓથોરાઈઝેશન અરજી કરી હતી અને કંપનીએ સારવાર માટે મંજુરી આપી હતી. સારવાર ખત્મ થયા બાદ અંતિમ બીલોના આધારે પેમેન્ટ થશે. જો કે, વિમાદાવા વિશે કોઈ ફોડ પાડવામાં આવ્યો નથી.