જો વાહનમાં થર્ડ પાર્ટી ઈન્સ્યોરન્સ ન હોય તો તેને દંડ અને કેદ બંને થઈ શકે છે

લોગ વિચાર :

થર્ડ પાર્ટી વીમા વિના વાહન ચલાવનારને હવે આકરો દંડ અને જેલની હવા પણ ખાવી પડી શકે છે. પકડાઈ જવા પર અધિકતમ 4000 રૂપિયાનો દંડ અથવા ત્રણ મહિનાની સજા (અથવા બન્ને) થઈ શકે છે સરકારી આંકડા અનુસાર દેશભરમાં 55 ટકાથી વધુ વાહનો વીમા વિના માર્ગો પર દોડી રહ્યા છે.

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયનાં અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે, મોટર વાહનો માટે થર્ડ પાર્ટી જોખમને કવર કરનારી વીમા પોલીસી ફરજીયાત છે. કારણ કે તે દુર્ઘટના કે નુકશાનનાં કેસમાં પીડીતાને સહાય આપે છે.

જે વાહન માલીક થર્ડ પાર્ટી વીમા વિના વાહન ચલાવે છે અથવા ચલાવવા દે છે તેમને કાયદાનાં ભંગ માટે કારાવાસ સહીત દંડીત કરવાની જોગવાઈ છે. અધિકારીઓએ જણાવ્યુ હતું કે, પહેલીવાર પકડાઈ જવા પર ત્રણ મહિનાની જેલ અથવા 2 હજાર રૂપિયાનો દંડ બન્ને છે. આંકડા અનુસાર દેશભરમાં 23 કરોડથી વધુ વાહન રજીસ્ટર્ડ છે જેમાં 56 ટકા વાહનો વીમા વિના દોડી રહ્યા છે.