હેરાફેરી - 3 નું શૂટિંગ આ વર્ષે શરૂ થઈ શકે છે : અક્ષય કુમાર

લોગ વિચાર :

વર્ષ 2000માં રિલીઝ થયેલી અક્ષય કુમારની ફિલ્મ હેરા ફેરી અને 2006માં રિલીઝ થયેલી તેની સિક્વલ ફિર હેરાફેરીને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. છેલ્લા કેટલાક સમયથી આ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે ત્યારે હવે અક્ષયે આ અંગે એક મોટું અપડેટ આપ્યું છે. અક્ષયે કહ્યું કે ફિલ્મનું શૂટિંગ આ વર્ષે શરૂ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મના ત્રણ મુખ્ય કલાકારો અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીએ આ ફિલ્મ માટે ફોટોશૂટ પણ કરાવ્યું છે.  અક્ષયે કહ્યું, ’હું પણ હેરા ફેરી 3 શરૂ કરવાની રાહ જોઈ રહ્યો છું. મને ખબર નથી, પણ જો બધું બરાબર ચાલશે તો આ વર્ષે શરૂ થશે.

અક્ષયે આગળ કહ્યું, ’જ્યારે અમે હેરાફેરી શરૂ કરી ત્યારે અમને ખબર નહોતી કે તે આટલી કલ્ટ ફેવરિટ બની જશે. જ્યારે મેં ફિલ્મ જોઈ ત્યારે પણ હું સમજી શક્યો નહીં. હા ફિલ્મ મજેદાર હતી. પરંતુ અમારામાંથી કોઈને એવી અપેક્ષા નહોતી કે બાબુ ભૈયા, રાજુ અને શ્યામના પાત્રો એક કલ્ટ ફેવરિટ બની જશે.