લોગ વિચાર :
ઉત્તર પ્રદેશના બરેલીમાં એલિયન ઉતરી આવ્યા હોવાની સૂચના મળતા જ પોલીસ પ્રશાસનમાં હડકંપ મચી ગયો હતો. તાત્કાલિફ ઘટનાસ્થળે પોલીસ આવી, કારણ કે આ કોઈ એલિયન નહીં પણ વિદેશી પર્યટકો હતા. પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, આ વિદેશી પર્યટકો ગૂગલ મેપની મદદથી જઈ રહ્યા હતા, અચાનક રસ્તો ભૂલી ગયા હતા.
હકીકતમાં જોઈએ તો, બે વિદેશી પર્યટક રસ્તો ભૂલી જવાના કારણે બહેડીમાં ચુરૈલી ડેમ નજીક પહોંચી ગયા હતા. મોડી રાત હોવાના કારણે ડેમની નજીક ટેન્ટ લગાવી દીધો. આજુબાજુના ગામલોકોએ અંધારામાં પર્યટકોને હેલમેટમાં લાગેલી લાઈટ ચમકતી જોઈ, તેમને લાગ્યું કોઈ એલિયન આવ્યા છે. જેની સૂચના તાત્કાલિક પોલીસને આપી.
ઘટનાસ્થળે પોલીસ આવી તો જાણવા મળ્યું કે મામલો કંઈક જુદો જ છે. બંને વિદેશી પર્યટકો રસ્તા ભટકી જવાના કારણે આવું બન્યું. બંને પર્યટક ફ્રાન્સના નાગરિક છે. રાતમાં તકલીફ પડતા સ્થાનિક લોકોએ તેમને પોલીસ ચોકીએ પહોંચાડ્યા. ત્યાર બાદ બંનેને બહેડી પોલીસે દરિયાદિલી બતાવતા વિદેશી મહેમાનોની મદદ કરી હતી.
ભાષા અડચણરુપ બનતા પોલીસે ટોપ અધિકારીઓ સાથે વાત કરીને મદદ કરી અને તેમને ગંતવ્ય સ્થાન તરફ રવાના કર્યા હતા.પોલીસના જણાવ્યા અનુસાર, ફ્રાન્સના બ્રાયન જૈક્સ ગિલબર્ટ અને સેબેસ્ટીયન ફ્રૈંકોઈસ ગ્રેબિયલ 7 જાન્યુઆરીના રોજ ફ્લાઈટથી દિલ્હી આવ્યા હતા.
અહીંથી તેમને સાયકલ લઈને નેપાળની રાજધાની કાઠમાંડુ જવાનું હતું. કહેવાય છે કે, બંને સાયકલ સવાર પર્યટક ગૂગલ મેપની મદદથી જઈ રહ્યા હતા. આ દરમ્યાન પીલીભીતની જગ્યાએ બહેડી પહોંચી ગયા હતાં.