ભારતીયો માટે સારા સમાચાર : કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે

લોગ વિચાર :

ચીન ભારત સાથેના સરહદી વિવાદને ઉકેલવા અને શાંતિ તરફ વધુ એક પગલું ભરવા સંમત થયું છે. ભારત અને ચીને સોમવારે કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસ્‍ત્રી અને ચીનના મંત્રી વાંગ યી વચ્‍ચેની બેઠકમાં લેવામાં આવ્‍યો છે. હિન્‍દુ ધર્મની માન્‍યતાઓ અનુસાર, કૈલાશને ભગવાન શિવનું નિવાસસ્‍થાન માનવામાં આવે છે.

બંને દેશ સરહદી વિવાદને ઉકેલવા સંમત ચીન ભારત સાથેના સરહદી વિવાદને ઉકેલવા અને શાંતિ તરફ વધુ એક પગલું ભરવા સહમત થયું છે. ભારતીય વિદેશ મંત્રાલયના જણાવ્‍યા અનુસાર, કૈલાશ માનસરોવર યાત્રા ટૂંક સમયમાં ફરી શરૂ થશે. બંને દેશો વચ્‍ચે સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ કરવાને પણ સૈદ્ધાંતિક મંજૂરી મળી છે. વિદેશ મંત્રાલયના જણાવ્‍યા અનુસાર ભારત અને ચીન લોકો વચ્‍ચેના સંબંધોને પ્રોત્‍સાહન આપવા માટે યોગ્‍ય પગલાં લેવા સંમત થયા છે.

વર્ષ ૨૦૨૦ છે બંધ યાત્રા કૈલાશ માનસરોવર યાત્રા ૨૦૨૫માં ઉનાળામાં ફરી શરૂ કરવામાં આવે તેવા સંકેતો છે. જૂન ૨૦૨૦માં ગલવાનમાં થયેલી હિંસક અથડામણ બાદ બંને દેશો વચ્‍ચેના સંબંધો બગડયા હતા. ડોકલામમાં થયેલા વિવાદ બાદ આ યાત્રાને બંધ કરી દેવામાં આવી હતી. કૈલાશ માનસરોવર યાત્રા બંધ થયા બાદ ભક્‍તો ઉત્તરાખંડની વ્‍યાસ ખીણથી કૈલાશ પર્વતના દર્શન કરતાં હતા.

વિદેશ મંત્રાલયે આપી માહિતી વિદેશ મંત્રાલયે જણાવ્‍યું હતું કે, ‘‘વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્‍ચે ઓક્‍ટોબરમાં કઝાનમાં થયેલી બેઠકમાં સંમતિ મુજબ, બંને પક્ષોએ ભારત-ચીન દ્વિપક્ષીય સંબંધોની સ્‍થિતિની વ્‍યાપક સમીક્ષા કરી હતી અને સંબંધોને સ્‍થિર અને મજબૂત બનાવવાના માર્ગો પર ચર્ચા કરી હતી.'' ‘‘પુનઃસ્‍થાપન માટે કેટલાક લોકો-કેન્‍દ્રતિ પગલાં લેવા સંમતિ થઈ છે.'' મંત્રાલયે વધુમાં જણાવ્‍યું હતું કે, આ સંદર્ભમાં, બંને પક્ષોએ ૨૦૨૫ ના ઉનાળામાં કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો.