ફિલ્મમાં જોવા મળશે મહાકુંભની 'વાયરલ ગર્લ' Monalisa

લોગ વિચાર :

કિસ્‍મતના દરવાજા ક્‍યારે ખુલી જાય છે, તે કોઈને ખ્‍યાલ નથી. ખૂબ મહેનત કરો, પરંતુ જ્‍યારે તકદીર ધક્કો મારે ત્‍યારે તમે ક્‍યાંના ક્‍યાં પહોંચી જાઓ છો. હાલ અત્‍યારે સૌ કોઇ જાણે છે કે મહાકુંભ ચાલી રહયો છે, જેમાંના અસંખ્‍ય વીડિયો વાયરલ થઈ રહયા છે. અને સાથે સૌથી વધુ જો જે વાયરલ થયું છે, તે છે માળા વેચનારી કામણગારી મોનાલિસા. મહાકુંભની શરૂઆતથી જ મોનાલિસા પોતાની સુંદર આંખો માટે ખૂબ વાયરલ થઈ હતી. જો કે, આનાં કારણે તેને અનેક મુશ્‍કેલીઓનો સામનો કરવો પડયો હતો.

થોડા સમય પહેલા તેનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે લોકોથી કંટાળી જ મહાકુંભથી પોતાના વતન પાછી ફરતી હોય છે. મોનાલિસા મેળામાં માળા વેચે છે અને વાયરલ થવા બાદ લોકોએ તેને ખૂબ હેરાન કર્યું. જો કે, હવે તેની નસીબના દરવાજા ખુલ્લી ગયા છે. હવે તે ફિલ્‍મોમાં જોવા મળશે. કારણ કે એવા સમાચાર આવી રહયા છે કે તેને ટૂંક સમયમાં ફિલ્‍મની ઓફર મળી શકે છે. હવે તે ફિલ્‍મોમાં પણ જોવા મળશે. કારણ કે એવા સમાચાર સામે આવ્‍યા છે કે તેને ટૂંક સમયમાં ફિલ્‍મની ઓફર મળી શકે છે. હવે ફિલ્‍મ નિર્દેશક સનોજ મિશ્રા પોતે મોનાલિસાને તેના ઘરે મળવા આવ્‍યા હતા અને તેને ફિલ્‍મની ઓફર કરી હતી.

મહાકુંભ મેળાથી ઈન્‍ટરનેટ સેન્‍સેશન બનેલી મોનાલિસાએ વીડિયોમાં પોતાનો લુક સંપૂર્ણપણે બદલી નાખ્‍યો છે. પોતાની સાદગીથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર મોનાલિસા વીડિયોમાં ખૂબ જ બદલાયેલા અંદાજમાં જોવા મળી રહી છે. જેથી ફિલ્‍મ નિર્માતા સનોજ મિશ્રા તેમની આગામી ફિલ્‍મ ‘ધ ડાયરી ઓફ મણિપુર'માં મોનાલિસાને મુખ્‍ય ભૂમિકા આપવા માંગે છે. મોનાલિસા અને તેના પરિવારે આ ફિલ્‍મમાં કામ કરવા માટે તૈયારી દર્શાવી છે. આ ફિલ્‍મમાં મોનાલિસા એક નિવૃત્ત આર્મી ઓફિસરની પુત્રીની ભૂમિકા ભજવશે. તેનું શૂટિંગ એપ્રિલ અને જૂન વચ્‍ચે ઉત્તર-પૂર્વ ભારતના વિવિધ વિસ્‍તારોમાં થશે. તે ઓક્‍ટોબર અથવા નવેમ્‍બરમાં રિલીઝ થશે. શૂટિંગ પહેલાં મોનાલિસા મુંબઈમાં ત્રણ મહિના માટે અભિનયની તાલીમ લેશે.

ફિલ્‍મ ડાયરેક્‍ટર સનોજ મિશ્રાએ આ ખાસ મીટિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આમાં તેની સાથે મોનાલિસા પણ જોવા મળી રહી છે. સનોજ વીડિયોમાં કહી રહયા છે-ફિલ્‍મમાં મોનાલિસાને ઓફર કરવાની વાત મેં સૌથી પહેલા કરી હતી. જે આજે પૂર્ણ થઇ હતી. આ ફિલ્‍મ ઓછા બજેટની છે, લગભગ ૨૦ કરોડ રૂપિયા. ફેબ્રુઆરીમાં મોનાલિસા સાથે ફિલ્‍મનું શૂટિંગ શરૂ કરશે. તેને પૂર્ણ કરીને ઓક્‍ટોબરમાં ફરીથી રિલીઝ કરશે.

આ ફિલ્‍મનું શૂટિંગ મણિપુર ઉપરાંત દિલ્‍હી અને લંડનમાં કરવામાં આવશે. આમાં રાજકુમાર રાવના મોટા ભાઈ અમિત રાવ મુખ્‍ય ભૂમિકામાં હશે. તેમાં મણિપુરના ઘણા મોટા સ્‍ટાર્સ પણ જોવા મળશે સનોજ મિશ્રાએ મોનાલિસાના કેરેક્‍ટર વિશે વાત કરતા કહયું - તે એક નોર્થ ઈન્‍ડિયન આર્મી ઓફિસરની દીકરીની ભૂમિકા ભજવશે. જે ઇમ્‍ફાલમાં રહે છે અને તેના પિતા માટે સંઘર્ષ કરે છે. તેનું સ્‍વપ્‍ન સંરક્ષણ ક્ષેત્રે જવાનું છે. તે ડિફેન્‍સમાં જઈ શકશે કે નહીં તે ફિલ્‍મમાં જાણી શકાશે. તમને જણાવી દઈએ કે, મોનાલિસા વાસ્‍તવમાં મહેશ્વરમાં તેઓ રુદ્રાશ્ર અને મોતીની માળા વેચે છે. પરંતુ તે થોડા સમય માટે મહાકુંભમાં માળા વેચવા આવી હતી અને તેના કિસ્‍મતના દરવાજા ખુલ્લી ગયા છે.