લોગ વિચાર :
મુંબઈ: અભિષેક બચ્ચને હાલમાં ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ (આઈએસપીએલ)ની ઓપનિંગ સેરેમનીમાં હાજરી આપી હતી. એ વખતે તેણે સ્પેશ્યલ વોચ પહેરી હ્તી, જેણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. અભિષેક તેના ઓફિશ્યલ સોશ્યલ મીડિયા અકાઉન્ટ પરથી આ ઈવેન્ટનાં પોતાના પિકચર્સ શેર કર્યા હતા. જેમાં તેની ખાસ કેસરી વોચ હાઈલાઈટ થતી હતી.
અભિષેકના ચાહકોમાં ચર્ચાનું કેન્દ્ર બનેલી આ ખાસ વોચ લકઝરી બ્રેન્ડ જેકબ એન્ડ કંપનીનું ‘એપિક એકસ’ રામ જન્મભૂમિ ટિટેનિયમ એડિશન 2 મોડલ છે. આ બ્રેન્ડની સતાવાર વેબસાઈટ પર આ મોડલની કિંમત 34 લાખ રૂપિયા છે.
આ મોડલ માત્ર એની ખાસ ડિઝાઈનની સાથોસાથ એમાં રહેલા રામ જન્મભૂમિની સંસ્કૃતિના પ્રતીક સમાન ચિહ્નોને કારણે પણ ખાસ છે. આ વોચના ડાયલમાં અયોધ્યાનું મંદિર અંકિત કરવામાં આવ્યું છે.
વોચના ડાયલમાં અને પાછળની તરફ હિન્દુ દેવતાઓ કંડારાયેલા છે. જેકબ એન્ડ કંપનીએ આ ખાસ ઘડિયાળ ઈથોસ વોચિઝ સાથે મળીને પ્રતીક બનાવી છે.