લોગ વિચાર :
મહાકુંભમાં તાજેતરમાં મૌની અમાસે ભાગદોડમાં 30 લોકોના મોત અને અનેક લોકોના ઘાયલ થવાની દુર્ઘટના બાદ આવી કોઈ દુર્ઘટના ફરી ન બને તે માટે હવે પ્રશાસનનું ફોકસ વસંત પંચમીના સ્નાન પર છે. ત્યારે ભીડના નિયંત્રણ માટે કુંભમેળા પ્રશાસને પોતાના સ્તરે તૈયારી કરી છે.
મકરસંક્રાંતિએ બેરીકેડ તૂટી હતી. ત્યારબાદ મૌની અમાસે બેરીકેડ તૂટતા દુર્ઘટના સર્જાતા 30 જેટલા શ્રદ્ધાળુઓના મોત થયા હતા. આ દુર્ઘટના બાદ પ્રશાસન માટે હવે ત્રીજા અને અંતિમ અમૃત સ્નાન પડકાર બનશે. આ કસોટી પાર પાડવા મેળા પ્રશાસને તૈયારી કરી છે.
ભીડ નિયંત્રણ માટે વસંત પંચમીએ ઝોનલ પ્લાન પુરી રીતે લાગુ કરાશે. સાથે સાથે બીજા જિલ્લા સાથે સમન્વય સ્થાપિત કરવામાં આવશે. સંગમ પર ભીડના દબાણ પર રહેશે નજર: સંગમ પર ભીડના દબાણ પર ખાસ નજર રખાશે. અર્થાત કોઈ રાત્રે સ્નાન કરશે તો તેને રાત્રે જ મેળામાંથી હટાવાશે.
સાથે સાથે બીજા જિલ્લાઓ સાથે સમન્વય સ્થાપિત કરવામાં આવશે જેવી મેળા ક્ષેત્રમાં ભીડ વધશે તો શહેર અને આસપાસના જિલ્લામાં શ્રદ્ધાળુઓને રોકવામાં આવશે. જયારે મેળા ક્ષેત્ર ખાલી કરવામાં આવશે ત્યારે બધા જિલ્લામાંથી ધીરે ધીરે લોકોને કુંભમેળામાં છોડવામાં આવશે.
આ પ્લાનને મૌની અમાસે લાગુ કરાયેલો પરંતુ દુર્ઘટના બાદ શાસને મોકલેલ પાંચ વિશેષ અધિકારી આઈટ્રીપલસીમાં બનાવવામાં આવેલ કંટ્રોલ રૂમ અને પ્રયાગરાજ જંકશન પર બનાવવામાં આવેલ કંટ્રોલરૂમમાં રહેશે.
તેમનું કામ હશે કે તેઓ અન્ય જિલ્લાના ઓફિસરો સાથે સંકલન બનાવી રાખે. આ સાથે નજીકના જિલ્લાના જિલ્લાધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ પુરો સહયોગ કરે.
સંગમ ઘાતમાં ગુરુવારે બપોર સુધી પોલીસ અધિકારી સતત તૈનાત રહ્યો હતો. સીઆરપીએફની મહિલા ટીમ પણ હતી. જેણે જેમણે ઘાટ પર માનવ સાંકળ બનાવી હતી. જળમાં કોઈને પણ પાંચ મિનિટથી વધારે સમય રોકાવા ન દેવાયા.
આવી જ વ્યવસ્થા વસંત પંચમીના દિવસે કરવામાં આવશે જેથી કોઈપણ સમયે ભીડ રોકાશે નહીં. લોકોને આ રીતે બહાર કાઢવામાં આવશે: સંગમ ખાલી થતા જ પરેડ અને પાર્કીંગમાં રોકાયેલા લોકોને ધીરે ધીરે છોડવામાં આવશે. જો સંગમો પર ભીડ રહી તો લોકોને રામ ઘાટ અને કાલી ઘાટમાં સ્નાન કરાવવામાં આવશે.
દરેક સમયે યોગીની નજર હશે: હોલ્ડીંગ એરિયાના સીસીટીવીના કેમેરાથી નજર રાખવામાં આવશે જેથી ત્યાંની ભીડનું અનુમાન લગાવી શકાય.