અમદાવાદ, સુરત, વડોદરામાં આજે વિરોધ પ્રદર્શન : જૈન સમાજ દરેક જગ્યાએ અપીલ કરશે : જ્યાં સુધી મૂર્તિઓ પુન:સ્થાપિત નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે : ગઈકાલે પાવાગઢ પોલીસ સ્ટેશને મોટી સંખ્યામાં જૈનોની ભીડ : જૈનો હાઈકોર્ટમાં અરજી કરશે
લોગ વિચાર :
પંચમહાલ જીલ્લામાં સુવિખ્યાત યાત્રાધામ પાવાગઢ પર્વત ઉપર શકિતપીઠ મહાકાળી માતાના મંદિર સુધી જતા દાદરાની બન્ને તરફ આવેલી હજારો વર્ષ પ્રાચીન જૈન તીર્થકર ભગવંતોની પ્રતિમાંઓને પાવાગઢ મંદિર ટ્રસ્ટે વિકાસના નામે તોડીને ફેંકી દેતા સમસ્ત જૈન સમાજમાં આક્રોશ છવાયો છે.ગઈકાલે મોડી સાંજે મોટી સંખ્યામાં જૈનો પાવાગઢ પોલીસ સ્ટેશન પહોંચી જઈને અને તોડફોડ રોકાવીને જવાબદાર સામે પગલા ભરવાની માંગ કરી હતી.
આ બાબતે જૈન આગેવાનોનું કહેવુ છે કે મહાકાળી મંદિર ટ્રસ્ટના પ્રમુખ, ટ્રસ્ટીઓ અને વહીવટદારોનું આ ભયંકર છે. મંદિરના વિકાસના વિકાસના નામે પાવાગઢમાં હજારો વર્ષ પ્રાચીન શ્ર્વેતાંબર જૈન મૂર્તિઓને ખંતુત કરીને ઉપાડીને ફેંકી દેવામાં આવી છે. આ ઘટનાથી સમગ્ર વિશ્ર્વમાં જૈન સમાજમાં ઉગ્ર પ્રત્યાઘાતો પડયા છે.
આવું કૃત્ય કરનારા ત્રણેય સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ.જૈન આગેવાનોએ વિશેષમાં જણાવેલ છે કે આવેદન પત્ર આપ્યા બાદ પણ જેનો કર હતો તે થયું હજારો વર્ષોથી જૈનો જયાં પુજા કરતા આવ્યા છે. તે મૂર્તિઓને કોઈ કેવી રીતે તોડી શકે ? વડોદરાના જૈન અગ્રણીઓએ આજે કલેકટરને આવેદન પત્ર આપ્યું છે.
હવે આ મામલો હાઈકોર્ટમાં લઈ જવાશે.જયાં સુધી મૂર્તિઓ પુન: સ્થાપિત નહી થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. દરેક શહેરમાં જૈનો જાર્ગ્યો કલેકટરને મળીને આ મામલે આવેદન આપીને ઉગ્ર રજૂઆત કરનાર છે. પાવાગઢ તીર્થ વિકાસ સમિતિના ટ્રસ્ટીનું કહેવું છે. કે પાવાગઢ ડુંગર ઉપર મંદિર તરફ જવા માટે જુના દાદરા છે. તેની બંન્ને બાજુ ગોખલાઓમાં 22માં તીર્થકર નેમિનાથ ભગવાન સહિત સાત મૂર્તિઓ હજારો વર્ષથી સ્થિત છે.
જૈનો ત્યાં રોજ સેવા પૂજા કરવા માટે આવે છે. 20 દિવસ મહેતા આ જુના દાદરાને તોડવાની કામગીરી શરૂ કરી હતી ત્યારે જૈનોએ કલેકટરને આવેદનપત્ર આપીને આ તોડફોડની કામગીરીમાં જૈન તીર્થકરોની મૂર્તિઓને નુકશાન થશે. આ મૂર્તિઓ પ્રોટેકટર મોન્યુમેન્ટ છે તેમ છતાં આવેદનની અવગતાના કરીને આ મૂર્તિઓ તોડી નાંખવામાં આવી છે.
ગઈકાલે રાત્રે વડોદરામાં જૈન અગ્રણીઓની બેઠક યોજાઈ હતી.અને બેઠકબાદ તમામ અગ્રણીઓ પાવાગઢ જવા રવાના થયા હતાં. આ ઘટનાના કારણે સમગ્ર દેશના જૈન સમાજના ભારેરોષ ફેલાયો છે.આજે વડોદરા, સુરત, અમદાવાદ સહિત દેશભરમાં મોટી સંખ્યામાં જૈનો વિરોધ પ્રદર્શન કરશે.
પાવાગઢના ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ પોતે જણાવ્યું કે જૈન સમાજના અગ્રણીઓના કહેવાથી જૈન તીર્થકરોની પ્રતિમાઓને કાઢીને અમે એક તરફ મુકી છે.આ પ્રતિમાઓ જૈન સમાજને આપી દેવાશે.