ખાણમાં બનેલી દુનિયાની સૌથી ઊંડી હોટેલ : જ્યાં એક રૂમની કિંમત એક દિવસની રૂા.60 હજાર!

લોગ વિચાર :

ખંડિયેર પડી રહેલા ઐતિહાસિક બિલ્ડિંગોમાં, જુના કિલ્લાઓમાં કે પર્વતોની વચ્ચે હવામાં ટિંગાઇને સુવાનો રૂવાડાં ખડા થઇ જાય એવો એક્સ્પીરિયન્સ આપતી રેસ્ટોરા કે નાઇટ સ્ટેની સુવિધા આપતી હોટેલો વિશ્વભરમાં હવે ખુલી રહી છે. યુનાઇટેડ કિંગડમના વેલ્સ નામના દેશમાં સ્વીડનમાં ચાંદીની ખાણોમાં 508 ફૂટ ઊંડે સાલા સિલ્વર માઇન હોટેલ આવેલી છે.

જો કે આ હોટેલનો ખિતાબ વેલ્સ દેશમાં આવેલી તાંબાની ખાણોમાં બનેલી નવી હોટેલે ઝુંટવી લીધો છે. ‘ધ ડીપ સ્લીપ હોટેલ’ તરીકે જાણીતો સ્નોડોનિયા પર્વતમાળાની વચ્ચે આવેલી તાંબાની ખાણોમાં બનેલી હોટેલ 1375 ફૂટ ઊંડે છે. જમીનથી લગભગ અડધો કિ.મી. ઉંડે આવેલી તાંબાની ખાણની આ હોટેલમાં અંદર જવું હોય તો તમારે ટોર્ચના અજવાળે નિસરણી ઉતરીને જવું પડે છે.

આ હોટેલમાં રહેવા જવું એ એડ્વેન્ચરથી કમ નથી. પોણો કલાક સુધી સ્નોડોનિયાના પર્વતોમાં ટ્રેકિંગ કરવું પડે છે અને એ પછી હોટેલની અંદર પ્રવેશ્યા પછી લગભગ વીસેક મિનિટ જેટલું ઉતરાણ કરવાનું હોય છે. ખાણની ગલી કુંચીઓ અને નિસરણી પરથી લટકીને નીચે ઉતર્યા પછી અંદર એક સુંદર અને રમણીય જગ્યા દેખાય છે. એમાં અમુક ભાગમાં તો પાણીનાં ઝરણાં જેવું પણ છે.

એ વહેતા પાણી પર લાકડાની કેબીન બનાવીને રહેવાની રૂમ બનાવાઇ છે. પાતાળમાં આવેલી આ હોટેલનું તાપમાન આખા વર્ષ દરમ્યાન ઠંડુ રહે છે એટલે કોઇ એક્સ્ટ્રા એર-કન્ડિશનરની જરૂર નથી પડતી. આ ખાણમાં તમને ઇશ્વરનેટ કેબલથી ઇન્ટરનેટ એક્સેસ કરવા મળશે. તમે કોઇ જંગલમાં આવ્યા હો.

તો કેવું એક્સપરિમેન્ટલ ખાવાનું મળે એવું બેઝિક ફૂડ અહીં મળશે. શનિ-રવિના આ હોટેલનું એડ્વાન્સ બુકિંગ લગભગ બે મહિના અગાઉથી કરી લેવું જરુરી છે. આ સુંદર જગ્યાએ પહોંચતા જ અડધો દિવસ નીકળી જાય છે. અહીં રાત રોકાનારા લોકોના રિવ્યુ મુજબ આ હોટેલમાં તમે હોઠ ફફડાવો તોય અવાજ પડઘાય છે.