અમેરિકામાંથી સેંકડો ભારતીયોને દેશનિકાલ : લશ્કરી વિમાનમાં દિલ્હી પહોંચશે

લોગ વિચાર :

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાનુની રીતે અને પુરતા દસ્તાવેજો વગર અમેરિકામાં ઘુસી ગયેલા અને વસી ગયેલા વિદેશી નાગરિકોને તેમના દેશમાં પરત મોકલવા માટે શરૂ કરેલી ઝુંબેશમાં આજે આ પ્રકારે અમેરિકામાં રહેલા ભારતીયોને લઈ આવતુ એક લશ્કરી વિમાન આજે દિલ્હી પહોંચશે.

અમેરિકી સેનાનું સી-17 પ્રકારનું વિમાન અમેરિકાથી રવાના થઈ ગયુ છે. સમાચાર સંસ્થાના જણાવ્યા મુજબ 18000થી વધુ ભારતીયો આ પ્રકારે અમેરિકામાં વસ ગયા છે તેની ઓળખ નિશ્ચિત થઈ છે અને તબકકાવાર તેઓને પરત મોકલાશે.

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ પ્રકારે ગેરકાનુની વસાહતીઓને પરત મોકલવા અમેરિકી સૈન્યના ટ્રાન્સપોર્ટ વિમાનોને કામે લગાડયા છે. પેન્ટાગોન દ્વારા આ તડીવાર કાર્યવાહી થઈ રહી છે અને અલવાસો, ટેકસાસ, સૈન ડિયાગો, કેલિફોર્નિયામાંથી 5000 જેટલા ગેરકાનુની વસાહતીઓને પરત મોકલી અપાયા છે.

તેઓ લેટીન અમેરિકાના દેશો ગ્વાટેમાલા, પૈરૂ અને હોન્ડારૂસના નાગરિકો હતા જે તેમના દેશ પરત આવી ગયા છે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગત મહિને સતા સંભાળતા જ જાહેર કર્યુ હતું કે અમો ગેરકાનુની રીતે રહેલા વિદેશીઓને પરત મોકલવા સૈન્યની મદદ લેશું અને ભારતે પણ તેના નાગરિકોને પરત સ્વીકારવા તૈયારી કરી હતી અને કુલ 538 ભારતીયો હાલ આ યાદીમાં છે.

અમેરિકામાં ગેરકાનુની રીતે રહેલા એશિયન્સમાં ભારતીયો ટોપ પર આવે છે. 2022થી 2024 વચ્ચે જ 90000 થી 95000 ભારતીયો ગેરકાનુની રીતે અમેરિકામાં ગયા હતા. જેમાં કેનેડા બોર્ડર ક્રોસ કરીને જનારાઓની સંખ્યા સૌથી વધુ છે.

અગાઉ ટ્રમ્પના શાસન માટે પણ ઓકટોબર-2024ના બાઈડન તંત્રએ ગેરકાનુની રીતે રહેલા 100 ભારતીયોને જેમાં મોટાભાગના પંજાબી હતા. તેઓને ભારત મોકલી દેવાયા હતા પણ હવે ટ્રમ્પ સરકારે આ કાર્યવાહી લશ્કરી ધોરણે શરૂ કરી છે.

આમ હવે વધુ ભારતીયો જે અમેરિકામાં ઘુસી ગયા છે તેઓ સ્વદેશ પરત ફરશે. જો કે આ તમામ સાથે કેદીઓ જેવો વ્યવહાર કરાયો છે અને હાથકડી પહેરીને કોઈ સુવિધા વગરના લશ્કરી વિમાનમાં બેસાડી દેવાય છે તેવી ફરિયાદો વ્યાપક બની છે પણ ટ્રમ્પતંત્ર તેની ચિંતા કરતું જ નથી.