લોગ વિચાર :
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં સવારે ૧૧ વાગ્યા સુધીમાં લગભગ ૧૯.૯૫ ટકા મતદાન નોંધાયું હતું. ૭૦ સભ્યોની વિધાનસભા ચૂંટણી માટે મતદાન આજે સવારે ૭ વાગ્યે શરૂ થયું હતું અને સાંજે ૬ વાગ્યા સુધી ચાલુ રહેશે.
મધ્ય દિલ્હી જિલ્લામાં ૧૬.૪૬ ટકા મતદાન નોંધાયું હતું જ્યારે પૂર્વ દિલ્હીમાં ૨૦.૦૩ ટકા મતદાન નોંધાયું હતું.
નવી દિલ્હી જિલ્લામાં ૧૬.૮૦ ટકા, ઉત્તર દિલ્હીમાં ૧૮.૬૩ ટકા, ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ૨૪.૮૭ ટકા, ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં ૧૯.૭૫ ટકા અને શાહદરા વિસ્તારમાં ૨૩.૩૦ ટકા મતદાન થયું હતું. દક્ષિણ દિલ્હી જિલ્લામાં ૧૯.૭૫ ટકા, દક્ષિણ-પૂર્વમાં ૧૯.૬૬ ટકા, દક્ષિણ-પશ્ચિમમાં ૨૧.૯૦ ટકા અને પશ્ચિમ દિલ્હીમાં ૧૭.૬૭ ટકા મતદાન નોંધાયું છે.