Mahakumbh : હાઇ-ટેક બાળ સાધુ-સંન્યાસીઓ : મંત્રોની સાથે એઆઈનું હુનર પણ શીખે છે!

લોગ વિચાર :

મહાકુંભમાં હાઈટેક સાધુ સંન્યાસીઓ શ્રદ્ધાળુઓને આકર્ષિત કરી રહ્યા છે. તો આ હાઈટેક બાળ વેદપાઠી છાત્રો પણ કુતુહલનો વિષય બન્યા છે. ડિઝીટલ ઈન્ડિયામાં હાઈટેક વૈદિક બટુકો વેદાના કહોર મંત્રો, પુરાણ, ઉપનિષદ, ગીતા, અંગ્રેજી, ગણીતથી માંડીને આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ) સુધીનું શિક્ષણ હાંસલ કરી રહ્યા છે.

એકથી પાંચ ફેબ્રુઆરી સુધી યોજાયેલી વેદ વિદ્યાલયોની શિબિરમાં પોતાની મેધાનો હુનર બતાવતા સ્વામી નરોતમાનંદ ગિરિ વેદ વિદ્યાલય ઝૂંસીના વેદપાઠી છાત્ર ટેકનીકની મદદથી વેદ ગ્રંથો, મંત્રોને સંરક્ષિત કરવા અને તેમને વૈશ્વિક સ્તર પર શેર કરવાનું શીખવી રહ્યા છે.

બીજી બાજુ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત દેશભરના વેદ વિદ્યાલયોને હાઈટેક બનાવવા માટે શિક્ષણ મંત્રાલયે હાલમાં જ મહર્ષિ સાંદીપની રાષ્ટ્રીય સંસ્કૃત શિક્ષણ બોર્ડ સાથે બેઠક કરી હતી.