સ્માર્ટ ફોન વપરાશકર્તાઓ 160 થી શરૂ થતા સ્પામ (સ્કેમ) કોલ નંબર દેખાશે
લોગ વિચાર :
ઓનલાઈન બેન્કીંગ ફ્રોડથી લોકોને બચાવવા માટે સરકારે માસ્ટર પ્લાન રજુ કર્યા છે. આ કડીમાં સ્માર્ટ ફોન યુઝર્સને સ્પામ કોલર્સથી બચાવવા માટે સરકાર એક નવા પ્લાન પર કામ કરી રહી છે. ટ્રાઈની રિલીઝમાં બહાર આવેલી વિગત મુજબ વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલ ટ્રાન્જેકશનલ અને સર્વિસ વોઈસ કોલ્સ 160 પ્રિફિકસની સાથે નજરે પડશે.
સરકારે ટ્રાન્જેકશનલ અને સર્વિસ વોઈસ કોલ્સ માટે નવી નંબર સીરીઝ રજુ કરી છે. ટ્રાઈના અનુસાર આવા (ફ્રોડ) નંબર 160 પ્રિફિકસની સાથે નજરે પડશે. મતલબ કે કોઈપણ ફાઈનાન્સીયલ કંપનીથી આવનાર કોઈ સ્માર્ટ ફોન યુઝરને 160 નંબરથી શરૂ થતો દેખાશે.
આ ત્રણ ડિઝીટ સાથે આવનાર કોલને લઈને સ્માર્ટ ફોન યુઝર કોલ ઉઠાવતા વહેલા નકકી કરી શકશે કે તેણે ફોન ઉઠાવવો કે નહીં. પહેલા ચરણમાં 160 મોબાઈલ સીરીઝ ભારતીય રિઝર્વ બેન્ક, સેબી, ભારતીય વિમા નિયામક અને વિકાસ ઓથોરિટી અને પેન્શન ફંડ નિયામક અને વિકાસ ઓથોરિટી દ્વારા રેગ્યુલેટ કરવામાં આવતી બધી સંસ્થાઓ માટે ફાળવણી કરાઈ છે. બાદમાં 160 મોબાઈલ ફોન સીરીઝનો વિસ્તાર ઘટશે.