રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું

લોગ વિચાર :

મહાકુંભમાં પવિત્ર સ્નાન માટે એક તરફ દેશભરમાંથી લાખો લોકો સતત ઉમટી રહ્યા છે. તે વચ્ચે મહાનુભાવોના આવા-ગમન પણ ચાલુ છે અને આજે રાષ્ટ્રપતિ દ્રૌપદિ મુર્મુે સંગમમાં પવિત્ર ડુબકી લગાવી હતી.

તે સમયે તેમની સાથે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. રાષ્ટ્રપતિ આજે પ્રયાગરાજ પહોંચ્યા બાદ સીધા હનુમાન મંદિરમાં દર્શનાર્થે પહોંચ્યા હતા.

રાષ્ટ્રપતિના આગમન પૂર્વે સમગ્ર વિસ્તારને સુરક્ષા હેઠળ આવરી લેવાયો હતો અને બાદમાં દ્રૌપદિ મુર્મુ ત્રિવેણી સંગમ પહોંચ્યા હતા અને અહીં ખાસ કરીને આ મોસમ દરમિયાન આવતા પ્રવાસી પક્ષીઓને દાણા ખવડાવ્યા હતા અને બાદમાં પવિત્ર સ્નાન કર્યું હતું.

આમ વડાપ્રધાન બાદ ઉપરાષ્ટ્રપતિ અને રાષ્ટ્રપતિએ પવિત્ર સ્નાન કરીને સમગ્ર કુંભ તેમની સાથે રાજ્યપાલ આનંદિબેન પટેલ પણ જોડાયા હતા અને રાષ્ટ્રપતિએ લગભગ 10 મીનીટ સુધી ત્રિવેણી સંગમના ઘાટમાં ડુબકી મારવામાં તથા સ્નાન કરવામાં વિતાવ્યો હતો જે સમયે મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ પવિત્ર થઇ ગયું હતું.