લોગ વિચાર :
જાપાનમાં માંસ ખાનાર એક દુર્લભ બેકિટરિયાએ લોકોમાં ખૌફ જગાવ્યો છે. આ બેકિટરિયા 48 કલાકમાં લોકોનો જીવ લઈ શકે છે. દેશમાં કોરોના સંબંધીત પ્રતિબંધોમાં ઢીલ આવ્યા બાદ તેના ઘણા કેસો ઝડપથી આવી રહ્યા છે.
જાપાનના રાષ્ટ્રીય સંક્રાંમક રોગ સંસ્થાને જણાવ્યું હતું કે દેશમાં સ્ટ્રેટેટોનેકલ ટોકિસક શોક સિન્ડ્રોમ (એસટીએસએસ)ના મામલામાં વધારો થયો છે. આ વર્ષે 2 જૂન સુધી તેના 977 કેસ બહાર આવ્યા છે. આ ગત વર્ષના કુલ 941 કેસોથી અધિક છે. જો હાલનો સંક્રમણ દર ચાલુ રહે તો જાપાનમાં આ વર્ષે 2500થી વધુ કેસ જોવા મળી શકે છે. આ બીમારીથી મૃત્યુ દર 30 ટકાથી વધુ છે.
રાષ્ટ્રીય સંક્રામક રોગ સંસ્થાન વર્ષ 1999 થી આ બીમારીના મામલા પર નજર રાખી રહ્યું છે. જો કે તેને સંબંધીત મોતના આંકડા જાહેર નથી કરાયા. એસટીએસએસના ગ્રુપ એ સ્ટ્રોટોકોકસથી સામાન્ય રીતે બાળકને સોજો અને ગળામાં ખરાશની સમસ્યા પેદા થાય છે. તેને સ્ટ્રેપ થ્રોટ તરીકે ઓળખવામાં આવે છે. બાળકોની તુલનામાં 50થી વધુ વયના લોકોમાં આ બીમારીનો ખતરો વધુ છે.
આ રોગ ત્વચા સંક્રમણ, સર્જરી, પ્રસવ અને નાકમાંથી લોહી વહેવાને કારણ બની શકે છે. આ રીતે બચી શકાય: આ બેકિટરિયા શરીરના ખુલ્લા ચાલ્યા જાય છે. આથી ઘાને ઢાંકીને કે તરત જ સારવાર કરાવી તેનાથી બચાવી શકાય છે. આ રોગથી શરીરમાં દુ:ખાવો, તાવ, સોજો, બ્લડપ્રેસર સામેલ છે. ત્યારબાદ શ્ર્વાસ લેવામાં સમસ્યા અને ઓર્ગન ફેલ થવાની આશંકા વધે છે.