લોગ વિચાર :
કુંભસ્નાન બાદ કેટલાક લોકોને વાયરલ અને બેકટરીયલ ઇન્ફેકશન થઇ રહ્યું છે. અનેક દર્દીઓ કુંભ સ્નાન બાદ એટલા તો બીમાર પડી ગયા છે કે તેમને સારવાર માટે આઇસીયુ અને વેન્ટીલેટરમાં રાખવામાં આવ્યા છે.
જોકે આ સંખ્યા સીમિત છે તેમ છતાં ડોકટરોનું કહેવું છે કે જે લોકો બીમાર છે તેમણે કુંભમાં ન જવું જોઇએ. સામાન્ય લોકોએ પણ ભીડમાં સંક્રમણના ખતરાથી બચવા માટે માસ્ક પહેરવું જ જોઇએ.
લંગ્સ એકસપર્ટ ડો. સંદીપ નય્યરે જણાવ્યું છે કે, 65 વર્ષની એક મહિલા કુંભ સ્નાન બાદ સારવાર માટે આવી હતી તેને ન્યુમોનિયા થઇ ગયો હતો અને આઇસીયુમાં રાખવા પડયા હતા. ડો. અક્ષય બુધ્ધરાજાએ જણાવ્યું હતું કે કુંભ સ્નાન બાદ અનેક દર્દીઓ ઇન્ફેકશનના શિકાર બની ગયા છે જેમાં બે વિદેશી દર્દીઓ છે.