તું નથી તો તારો ફોટો પણ ચાલશે! વેલેન્‍ટાઈન ડે પર રેસ્‍ટોરન્‍ટ તરફથી અનોખી ઓફર, તમારા એક્‍સના ફોટો સાથે આવો અને ફ્રીમાં બર્ગર મેળવો

લોગ વિચાર :

દુબઈની એક રેસ્‍ટોરન્‍ટે વેલેન્‍ટાઈન ડે પર એક અનોખી ઓફર આપી છે. રેસ્‍ટોરન્‍ટ ગ્રાહકોને મફત બર્ગર ખવડાવશે, પણ તેમાં એક શરત રાખી છે. દુબઈની રેસ્‍ટોરન્‍ટ સ્‍લાવે આ વેલેન્‍ટાઈન ડે પર એક મફત બર્ગર આપવાનું વચન આપ્‍યું છે. જો તમે તમારી એક્‍સની તસવીર લઈને જશો અને તે રેસ્‍ટોરન્‍ટમાં જઈને તેને ફાડી નાખવાની છે. તો તેના બદલામાં તમને એક બર્ગર ખાવા મળશે.

વેલેન્‍ટાઈન ડે નજીક આવતાની સાથે કપલ પોતાનો પ્રેમ વ્‍યક્‍ત કરવા અને પોતાના રિલેશનનો જ‘ મનાવવાની અલગ અલગ પ્‍લાન બનાવી રહ્યા હોય છે. જો કે જે લોકો પોતાના પૂર્વ સાથીથી અલગ થયા બાદ રાહત અનુભવી રહ્યા છે, તેમના માટે તેમની તસવીર ફાડવી તેમના દિલના દર્દને ઓછું કરવાની એક રીત હોઈ શકે છે.

પ્રેમ માટે થઈને ઘણા લોકો ઊંધા ફસાઈ જતાં હોય છે. પછી આ સંબંધમાંથી નીકળવા માટે ફાંફા મારતા હોય છે. હંમેશા સંબંધ તૂટી ગયા બાદ લોકો આગળ વધવા માટે લાઈફમાં સંઘર્ષ કરતા હોય છે. જો કે આવા લોકો માટે દુબઈની રેસ્‍ટોરન્‍ટે એક નવો આઈડિયા લઈને આવી છે. જ્‍યાં તમે તમારી એક્‍સનો ફોટો લઈને જશો અને તેને ફાડી નાખશો તો તમને એક બર્ગર મફતમાં ખાવા મળશે.

દુબઈની રેસ્‍ટોરન્‍ટ અને ભોજનના અનુભવો વિશે પોતાની પોસ્‍ટ માટે ફેમસ ઈન્‍સ્‍ટાગ્રામ અકાઉન્‍ટ @timeoutdubai સ્‍લાવની વેલેન્‍ટાઈન ઓફરની આ રસપ્રદ પોસ્‍ટ શેર કરી છે, જે તાજેતરમાં વાયરલ થઈ ગઈ છે. મફત બર્ગર લેવા માટે કસ્‍ટમર પોતાની પૂર્વ પ્રેમી અથવા પ્રેમિકાની તસવીર લાવવાની છે અને તેને નાના નાના ટુકડામાં ફાડવાની છે.

આ ઓફરવાળા વીડિયોને અત્‍યાર સુધીમાં ૧ કરોડથી વધારે લોકો જોઈ ચૂકયા છે અને લોકો ધડાધડ કોમેન્‍ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે ટિપ્‍પણી કરી કે તે પોતાના એક્‍સની તસવીર કયારેય નહીં રાખે. બીજાએ મજાકમાં કહ્યું કે, તે પોતાની એક્‍સની તસવીર છાપવાનો ખર્ચ કરવાની જગ્‍યાએ પૈસાથી બર્ગર ખાવાનું પસંદ કરશે. તો વળી એકે લખ્‍યું કે કોઈને ત્રણ એક્‍સ હોય તો શું ત્રણ બર્ગર મળશે?