લોગ વિચાર :
મુંબઈના 26/11ના આતંકી હુમલાના આરોપી તહવ્વુર રાણાના ભારતને પ્રત્યાર્પણ કરવાની ટ્રમ્પની જાહેરાત બાદ મહારાષ્ટ્ર સરકારની તૈયારી મામલે પૂછવામાં આવતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે જણાવ્યું હતું કે, અમે કસાબને પણ રાખ્યો હતો, એમાં કંઈ મોટી વાત છે અમે તેને (રાણાને) પણ જરૂર રાખી લઈશું.
મુખ્યમંત્રીએ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણની મંજુરી બાદ રાજયની જેલોમાં સુરક્ષાનો ભરોસો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે રાજય મુંબઈ આતંકી હુમલાના આરોપી રાણાને અમેરિકાથી પ્રત્યાર્પિત કરાયા બાદ જેલમાં રાખવા તૈયાર છે.
ફડનવીસે એ પણ સંકેત આપ્યો હતો કે રાણાને મુંબઈની એ જેલમાં રાખવામાં આવશે જયાં કસાબ કેદ હતો.