લોગ વિચાર :
નવી દિલ્હીમાં રેલવે સ્ટેશન પર મચેલી ભાગદોડના પછીના દિવસે પણ નથી બદલી, રેલવે પ્રસાસનના તમામ બંદોબસ્ત છતા દિલ્હી, નવી દિલ્હી તેમજ આનંદવિહાર સ્ટેશનો પર યાત્રીઓની ભારે ભીડ જોવા મળી હતી.
નવ દિલ્હી સ્ટેશન પર બિહાર, પ્રયાગરાજ, વારાણસી વગેરે સ્થાનો પર જવા માટે સવારથી રાત સુધી યાત્રીઓની ભારે ભીડ જોવા મળી હતી.હાલત એવી પણ હતી કે કેટલાક લોકો ટ્રેનની બારીથી અંદર જતા જોવા મળેલા. જુની દિલ્હીના એક સ્ટેશન પર પણ આવી જ હાલત હતી. પ્લેટફોર્મ પર હજારોની સંખ્યામાં ભીડ હતી અને તેમના વચ્ચેથી પગપાળા નીકળવુ પણ સંભવ નહોતુ.
દુઘર્ટના બાદ નવી દિલ્હી સ્ટેશન પર અધિકારીઓએ વ્યાપક બંદોબસ્તના નિર્દેશ આપ્યા હતા. નવી દિલ્હી સ્ટેશન પર જવા ટિકીટ જોઈને યાત્રીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. અજમેરી ગેટ તરફ યાત્રીઓનાં રોકાવા માટે જગ્યા તૈયાર કરવાનું કામ શરૂ કરાયું.ભીડથી બચવા માટે રેલવેએ અનેક નિયમ લાગુ કર્યા છે.
ઘાયલોનાં નિવેદન ટુંક સમયમાં લેવાશે:
પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે ટુંક સમયમાં જ ઘાયલોનાં નિવેદન લેવામાં આવશે. આથી એ ઘટનાને જાણવાના પ્રયાસ કરાશે કે આખરે દુર્ઘટના કેવી રીતે બની હતી.
હજુ એફઆઈઆર નહિં:
દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના શબ પોસ્ટમોર્ટમ બાદ પરિવારને સોંપવામાં આવ્યા હતા.પોલીસનું કહેવુ છે કે દુર્ઘટનાને લઈને હજુ એફઆઈઆર નથી નોંધાઈ કારણ કે હજુ સુધી તેમાં કોઈના ષડયંત્ર કે લાપરવાહીનાં પુરાવા નથી મળ્યા.
આવી ભીડ કયારેય નથી દેખાઈ:
નવી દિલ્હી સ્ટેશન પર 44 વર્ષથી કામ કરી રહેલા કુલી શુગને જણાવ્યું હતું કે શનિવારે પ્લેટફોર્મ પર જમા થયેલી ભીડ તેમણે પુરા જીવનમાં પણ નથી જોઈ. 15 મૃતકોને તેણે અને અન્ય કુલીઓએ ઠેલા પર રાખીને બહાર કાઢયા હતા.
રિપોર્ટ છાતી અને પેટ પર વધુ દબાણના કારણે મોત:
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બહાર આવ્યું છે કે ભાગદોડ દરમ્યાન છાતી અનેપેટ પર અતિ દબાણથી લોકોના મોત થયા હતા.ડોકટરોનાં જણાવ્યા મુજબ છાતી-પેટ પર દબાણથી ઓકિસજન અને રકત પ્રવાહમાં બાધા આવે છે.
દાવો: એક જેવા ટ્રેનના નામથી દૂર્ઘટના બની:
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ પ્રારંભીક તપાસમાં બહાર આવ્યું છે કે યાત્રી બે ટ્રેનોના નામ પ્રયાગરાજ-એકસપ્રેસ અને પ્રયાગરાજ સ્પેશ્યલ વચ્ચે ભ્રમિત થઈ ગયા હતા તેમને લાગ્યુ હતું કે ટે્રન ચુકી જવાશે, એટલે સ્ટેશન પર ભાગદોડ મચી.
મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની સહાયની રેલ્વેની જાહેરાત
દુર્ઘટનાની તપાસ માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના
નવી દિલ્હીમાં રેલવે સ્ટેશને ભાગદોડમાં જીવ ગુમાવનારાના પરિવારજનોને રવિવારે રેલવેએ 10-10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે અને દુર્ઘટના માટે ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરામાં આવી છે.
ગંભીર રીતે ઘવાયેલાઓને અઢી-અઢી લાખ રૂપિયાની અને સામાન્ય ઘાયલને 12 લોકોને એક-એક લાખ રૂપિયાની મદદની જાહેરાત કરી છે. બિહારના મુખ્યમંત્રીએ રાજયના મૃતકોના આશ્રીતોને બે-બે લાખની રકમની સહાય જાહેર કરી છે. ઘાયલો 50-50 હજાર સહાય અપાશે.