ખાલી ફાગણ મહિનામાં મળતા આ કેસરી રંગના ફૂલો ત્વચા અને પેટના રોગોને દૂર રાખશે

લોગ વિચાર :

મધ્ય પ્રદેશના ખરગોનના આયુર્વેદ નિષ્ણાત ડો. સંતોષ મૌર્ય જણાવે છે કે, કેસૂડાને પાલસ, ઢાક, ટેસૂ, બાસ્ટર્ડ સાગૌન, બંગાલ કિનો, પલાસ, ખાખરો, કકરચા, મૂદુગા, પલાશમુ, પારસા, મુતુગા, બ્રહ્મવૃક્ષમ, કિંશુકમ, ચિચરા, ઢા જેવા કેટલાય નામોથી અલગ અલગ પ્રદેશમાં ઓળખાય છે. ગરમીની સીઝન આવતા બાકીના ઝાડ સુકાવા લાગે છે, પણ કેસૂડાના ફુલો ખીલે છે. આયુર્વેદમાં આ ઝાડને ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે.

કેસૂડો ભારતના સૌથી સુંદર ફુલોવાળા છોડમાંથી એક માનવામાં આવે છે. તો વળી હોળીના રંગો બનાવવામાં પણ તેનો ઉપયોગ થાય છે. પ્રાચીન કાળમાં કેસૂડાનો ફુલ પ્રાકૃતિક રંગમાં ઉપયોગ થતા હતા, જે સ્કિનને ગ્લો કરવામાં મદદ કરે છે.

જો કે આજે પણ અમુક વિસ્તારમાં લોકો રંગ બનાવવા માટે આ ફુલોનો ઉપયોગ કરે છે. રંગ બનાવવા ઉપરાંત ત્વચા સાથે જોડાયેલ સમસ્યાઓને દૂર કરવામાં પણ તે ખૂબ જ કારગર સાબિત થાય છે. કેસૂડાના બિયારણ અને મૂળ દવાઓ બનાવવામાં ઉપયોગ થાય છે.

કેસૂડાના ઝાડ પર ફુલો ખીલતા જ વસંત ઋતુનું આગમન માનવામાં આવે છે. આયુર્વેદમાં તેને એક ઔષધિય છોડ માનવામાં આવે છે. રંગ બનાવવાની સાથે સાથે સ્કિન અને પેટ સાથે જોડાયેલી સમસ્યાઓના ઈલાજમાં પણ તેનો ઉપયોગ થાય છે.

ડાયાબિટીસના દર્દીઓ તેના ફુલોને સુકવીને પાઉડર તરીકે સેવન કરે તો તેનાથી ફાયદો મળે છે. આ ઉપરાંત આ ફુલોથી તેલ બનાવીને ચહેરા પર લગાવવાથી ખીલ, ડાઘ, વગેરે દૂર થાય છે અને ચહેરા પર ગ્લો આવે છે.