લોગ વિચાર :
પ્રયાગરાજમાં હાલ મહાકુંભ ચાલી રહ્યો છે. કરોડોની સંખ્યામાં લોકો ત્યાં તાાન કરવા પહોંચી રહ્યા છે. ત્યારે હવે તમારે પાપ ધોવા માટે મહાકુંભમાં જવાની જરૂર નથી. કારણ કે આ ભાઈ કંઈક નવું જ લાવ્યા છે. જેને જોઈને હસવું તો ચોક્કસ આવશે.
તમે મહાકુંભમાં જવા માંગો છો, પણ જઈ શકતા નથી. તેના ઘણા કારણો હોઈ શકે છે. કદાચ તમને ભીડથી ડર લાગે છે, ટ્રેનની ટિકિટ મળી શકતી નથી, અથવા દૂર દૂર સુધી ચાલવાનું ટાળવા માંગો છો, કોઇ વાંધો નહી. જો તમે શ્રદ્ધાની સાથે પ્રતીકવાદમાં પણ માનતા હોવ તો, તમે ઘરે બેઠા પણ કુંભ તાાન કરી શકો છો. કેટલાક લોકો આનો ફાયદો ઉઠાવી રહ્યા છે. તેઓ કુંભ તાાનને પૈસા કમાવવાના બિઝનેસમાં ફેરવી રહ્યા છે.
ભારતને એમ જ જુગાડનો દેશ નથી કહેવાતો. અહીં ઘણા બધા તેજસ્વી લોકો છે. તેઓ લોકોને ઘરે બેઠા બેઠા જ કુંભમાં તાાન કરાવી રહ્યા છે. બીજું કંઈ કરવાનું નથી, ફક્ત તમારો ફોટો વોટ્સએપ પર મોકલવાનો છે. અહીં તમે ફોટો મોકલ્યો, ત્યાં તમારૂ તાાન થઈ જાય છે. મતલબ કે કુંભ તાાન ફોટો દ્વારા કરવામાં આવે છે. તેનાથી તમારા પાપ પણ ધોવાઈ જતા હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.
આ India's Got Latentમાં કહેવામાં આવેલી મજાક નથી, આ વાસ્તવિક રીતે થઈ રહ્યું છે. આપણે એ સ્કીમને લઈને આ લોકોને દાદ પણ આપવી જોઈએ કે, તેઓ આ બાબતો પ્રચાર પણ કરી રહ્યા છે. આ ઉપરાંત દાવા પ્રમાણે બીજા લોકો પણ પૈસાની સાથે ફોટો પણ મોકલી રહ્યા છે.
સોશિયલ મીડિયા અને યુટયુબ પર કેટલાક પોસ્ટર અને વીડિયો શેર કરવામાં આવી રહ્યા છે. એવું કહેવાય છે કે, જો તમે તમારો ફોટો વોટ્સએપ પર મોકલશો, તો તેને ગંગામાં ડૂબકી લગાવવા અને કુંભ તાાન કરાવવામાં આવશે. આ રીતે, તમે પણ ૧૪૪ વર્ષ પછી આવતા મહાકુંભનું મહાન પુણ્ય મેળવી શકો છો.
દીપક ગોયલ નામની યુટયુબ ચેનલ પર એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. વીડિયો બનાવનાર વ્યક્તિ પોતાનું નામ દીપક ગોયલ પણ જણાવી રહ્યો છે. વીડિયો જોતી વખતે, સૌથી વધુ હસવું ત્યારે આવ્યું, જ્યારે આ સજ્જને કહ્યું કે, તેઓ કુંભમાં ડિજિટલ તાાન પૂરું પાડવા માટે સ્ટાર્ટઅપ ચલાવી રહ્યા છે. તમે એવો વિશ્વાસ કરી શકો છો કે, કુંભ ૧૪૪ વર્ષ પછી આવ્યો છે કે નહીં, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે, આ સ્ટાર્ટઅપ ૧૪૪ વર્ષમાં પહેલી વાર આવ્યું છે.
સ્ટાર્ટઅપના નામે પૈસા કમાવવાની આ પદ્ધતિ ઘણા લોકોને પસંદ આવી રહી નથી. વીડિયો જોયા પછી એક વ્યક્તિએ લખ્યું કે, તમે સનાતન ધર્મની મજાક ઉડાવી રહ્યા છો, તમને શરમ નથી આવતી? આ ચેનલે આનો જવાબ આપ્યો- અત્યાર સુધીમાં ૧૨,૦૦૦ લોકોએ મારી સેવાનો લાભ લીધો છે.
આ ડિજિટલ બાથ માટે ૩,૧૦૦ રૂપિયા વસૂલવામાં આવી રહ્યા છે અને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તે આ કામ ઓછા પૈસામાં કરી રહ્યો છે. અન્ય સ્ટાર્ટઅપ્સ ૫,૧૦૦ રૂપિયા સુધી ચાર્જ કરી રહ્યા છે.
પણ જે કામ માત્ર થોડાક સો રૂપિયામાં થઈ શકે છે તેના માટે ૩,૧૦૦ રૂપિયા શા માટે આપવા? કારણ કે કેટલાક લોકો ફક્ત ૫૦૦ રૂપિયામાં આ કુંભ તાાન કરવા તૈયાર છે. આ પોસ્ટર જુઓ. પોસ્ટરમાં લખેલું છે કે, આત્માની શુદ્ધિ અને પૂર્વજોના આશીર્વાદના આ પેકેજની કિંમત ફક્ત ૫૦૦ રૂપિયા હોવાનું જણાવાયું છે. આ પોસ્ટર વરિષ્ઠ વકીલ સંજય હેગડે દ્વારા શેર કરવામાં આવ્યું છે. તેણે મજાકમાં કહ્યું કે, જો તે ૫૦૦ રૂપિયાની નોટની ફોટોકોપી મોકલે તો?