લોગ વિચાર :
શેરબજારના ટ્રેડીંગ અને રોકાણમાં હવે મોબાઈલની ભૂમિકા વધતી જાય છે અને તેથી આ પ્રકારના શેરબજાર વ્યવહારોને વધુ સુરક્ષિત કરવા માટે સિકયોરિટી એન્ડ એકસચેંજ બોર્ડ ઓફ ઈન્ડીયાએ શેરબજાર વ્યવહારો સુરક્ષિત કરવા ડીમેટ ખાતા અને જે તે મોબાઈલના સીમકાર્ડને જોડાશે.
જે તે ગ્રાહક પોતાનો મોબાઈલ નંબર જે ડીમેટ ખાતા માટે આપશે તે સીમકાર્ડની લીંક થઈ જશે. જેમાં પછી વધુ એક ચકાસણી થશે. કલાવેટ કોડ- મોબાઈલના હેન્ડસેટના આઈએમઈઆઈ નંબર અને સીમ નંબર વિ.નું કોલ વેરીફીકેશન થશે.
પ્રારંભમાં ટોચની 10 બ્રોકર કંપનીઓને તે લાગુ થશે. જેમાં ગ્રાહકને લોગ-ઈનની પુરી માહિતી મળશે જેથી તેનો દુરઉપયોગ થાય તો ગ્રાહકને તુર્તજ જાણ થશે.
આ ઉપરાંત હવે લેપટોપ કે ડેસ્કટોપમાં લોગ ઈન પણ કયુઆર કોડના આવ્યા પછી થઈ શકશે. જો કે તે વન-ટાઈમ હશે અને બીજી વખત લોગ-ઈન કરવા ફરી કયુ આર કોડનો ઉપયોગ જરૂરી બનશે.