Mahakumbh : અંતિમ દિવસોમાં આસ્થાની ડુબકી લગાવવા શ્રધ્ધાળુઓનો પ્રવાહ વધ્યો

લોગ વિચાર :

શનિ-રવિની રજા અને આગામી દિવસોમાં મહા શિવરાત્રીનાં પર્વને લઈને મહાકુંભમાં સંગમમાં ડુબકી લગાવનારાઓની ભીડ ફરી ઝડપથી વધી ગઈ છે તેની અસર સુગમ અવર-જવર પર પડી છે. ડાયવર્ઝન અને એન્ટ્રી પોઈન્ટ પર વાહનો માત્ર સળગળી શકે છે.જેનાથી શ્રધ્ધાળુઓ પરેશાન થઈ રહ્યા છે.

વીક એન્ડ આજે અને આવતીકાલે સ્નાનાર્થીઓની સંખ્યામાં હજુ વધારો થવાનું અનુમાન છે જેને જોતા હાઈવેથી માંડીને શહેરના માર્ગો પર વધારાની પોલીસ તૈનાત કરવામાં આવી છે. જેથી અવર-જવરને સુગમ અને સુરક્ષીત બનાવી શકાય છે.

શૂક્રવારે સવારે જ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓનું આગમન શરૂ થઈ ગયુ છે.જેનો ક્રમ રાત સુધી ચાલુ રહ્યો હતો.લગભગ 20 કલાકમાં 86 હજારથી વધુ વાહનોનો પ્રવેશ પ્રયાગરાજમાં થયો હતો.

ઉલ્લેખનીય છે કે, દિવ્ય અને ભવ્ય મહાકુંભનાં પાંચ મુખ્ય સ્નાન પર્વ સમાપ્ત થઈ ગયા છે. હવે અંતિમ મુખ્ય સ્નાન પર્વ પણ શિવરાત્રી બાકી છે તેના પહેલા વીક એન્ડ પડી રહ્યુ છે. પરંતુ તેના પહેલા જ સ્નાનાર્થીઓની ભીડ ઉમટવા લાગી છે.

પોલીસે એકિટવેર કર્યા પાર્કીંગ સ્થળ:
શુક્રવારે લખનૌ, વારાણસી, મિરઝાપુર, બાંદા અને રીવા માર્ગ પર અવર-જવર સામાન્ય રહી પરંતુ પાર્કીંગ સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. શ્રધ્ધાળુઓની પરેશાની જોતા પોલીસે કેટલાંક વધુ પાર્કીંગ સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. શ્રધ્ધાળુઓની પરેશાની જોતાં પોલીસે વધુ પાર્કીંગ સ્થળોને એકિટવેટ કરીને વાહનોને ડાયવર્ટ કરવાનું શરૂ કર્યું હતું.

સ્નાનાર્થીઓની મોટી ગાડીને દુર પાર્કીંગમાં રખાવીને શટલ બસથી સંગમની નજીક પહોંચાડવામાં આવે છે. જોકે બધા શ્રધ્ધાળુઓ સહકાર આપવાને બદલે તેમના વાહનો સંગમ સુધી લઈ જવાની જીદ કરી રહ્યા છે.જેના કારણે અનેક જગ્યાએ ટ્રાફીક જામની સ્થિતિ સર્જાઈ છે.ગુરૂવારની જેમ શુક્રવારે પણ ધર્મશાળા હર્ષવર્ધન ચોક અને જીટી જવાહર ચોક પર શ્રધ્ધાળુઓનાં વાહનો ગોકળગાયની ગતિએ ચાલે છે.

પ્રાઈવેટ વાહનોને પાર્કીંગ નંબર 16 પર ડાયવર્ટ કરીને સ્થિતિને સંભાળી લેવાઈ હતી. મેળાનાં એન્ટ્રી પોઈન્ટની જેમ નૈની ઝુંસી અને ફાફામઉ ક્ષેત્રમાં પણ આવી હાલત હતી.