લોગ વિચાર :
રામ કથાકાર મોરારીબાપુએ મહાકુંભ દરમિયાન પ્રદુષણ નિયંત્રણ બોર્ડ તરફથી રીપોર્ટ જાહેર કરી ગંગાજળ પ્રદુષિત બતાવવા પર નારાજગી જાહેર કરી છે. તેમણે કહ્યું હતું કે આ સમયે રીપોર્ટ જાહેર કરવો શું જરૂરી છે?
તેમણે જણાવ્યું હતું કે કરોડો લોકોએ પોતાની આસ્થા અને શ્રધ્ધાથી ડુબકી લગાવી છે, તેમાં અનેક સિધ્ધ અને મહાપુરૂષ પણ સામેલ છે. બોર્ડની રીપોર્ટ યંત્ર આધારીત છે પરંતુ ગંગાજળની પવિત્રતા તો તેમાં ઘોળાયેલા મહાપુરૂષોના મંત્રોથી છે. એટલે તેને યંત્રોથી ન માપો.
કચ્છના કોટેશ્વર ક્ષેત્રમાં રામકથા દરમિયાન મોરારીબાપુએ કહ્યું હતું કે, ગંગાજળ પર હાલ આ રીપોર્ટ આવવાની જરૂર નહોતી, પ્રદુષણ બોર્ડ તરફથી ગંગાજળને નહાવાલાયક પણ ન બતાવવાનો આ સમયે ઉચિત નતી. બાપુએ જણાવ્યું હતું કે સંગમમાં અત્યાર સુધીમાં 50 કરોડથી વધુ લોકોએ ડૂબકી લગાવી છે.
મોરારીબાપુએ કહ્યું હતું કે, રીપોર્ટ પર કોણ ધ્યાન આપે છે? આ કરોડો લોકોની આસ્થાનો વિષય છે. ઉલ્લેખનીય છે કે નેનલ ગ્રીન ટ્રીબ્યુનલ અને કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના રીપોર્ટને ઉતરપ્રદેશ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ઠુકરાવીને તેને સાચો નથી માન્યો.