લોગ વિચાર :
કાળઝાળ ગરમી સામે ઝઝૂમતાં ઉત્તર ભારતને ટૂંક સમયમાં ગરમીથી રાહત મળી શકે છે. ગુરુવારથી એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પશ્ચિમ ભારત તરફ આગળ વધે તેવી શક્યતા છે. જેના કારણે ગરમીની તીવ્રતા ધીમી રીતે ઘટે તેવી શક્યતા છે.
હવામાન વિભાગે કહ્યું કે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ અને બિહારના મોટાભાગના વિસ્તારોમાં ભલે લૂ ફૂંકાશે પણ ધીમે ધીમે ગરમીની તીવ્રતા ઘટી જશે.
જ્યારે જમ્મુ-કાશ્મીર, ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ, ઉત્તર મધ્ય પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં લૂની તીવ્રતા એકદમ ઘટી જશે. જોકે બીજી બાજુ પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીમાં થોડા દિવસો સુધી રાત્રે પણ ગરમી અનુભવાતી રહેશે.