વધતા જતા પ્રદુષણથી સ્ત્રીઓમાં હાઈ બ્લડ પ્રેસરનું જોખમ વધ્યુ

લોગ વિચાર :

દિલ્હી એઈમ્સના અધ્યયન અંતર્ગત પ્રદુષક કણ પીએમ-2.5 ના વધતા સ્તરથી મહિલાઓમાં હાઈ બ્લડ પ્રેસરનો ખતરો પુરૂષોની તુલનામાં ઝડપથી વધી રહ્યો છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ એપિડેમિયોલોજીમાં કાર્ડીયોલોજી વિભાગનુ આ અધ્યયન પ્રકાશીત થયુ છે.

આવી રીતે વધે છે બ્લડ પ્રેસર:
પીએમ-2.5 નું સ્તર દર 10 માઈક્રોગ્રામ ઘનમીટર વધવા પર મહિલાઓમાં હાઈ બ્લડ પ્રેસરનું જોખમ 5.2 ટકા વધી જાય છે. પીએમ-2.5 નું વધેલુ સ્તર રકતવાહિકાઆને સંકુચિત કરે છે.ખાસ કરીને બ્લેક કાર્બન અને સલ્ફેટ જેવા પ્રદુષકોની અસર સૌથી વધુ હોય છે. જૈવિક કાર્બન અને ધુળની અસર તુલનાત્મક રૂપે ઓછી હોય છે.

શુ છે બચાવ:
ભારત રાષ્ટ્રીય સ્વચ્છ વાયુ કાર્યક્રમનું લક્ષ્ય મેળવી લે તો હાઈ બ્લડ પ્રેસરના કેસમાં 2.42 ટકા ઘટાડો થઈ શકે છે.ફેમીલી હેલ્થ સર્વેનાં ડેટાનું વિશ્ર્લેષણ કરી 15-49 વર્ષની મહિલાઓ પર આ અભ્યાસ કરવામાં આવ્યો હતો.

ફેફસાની સાથે હૃદયને ખતરો:
એઈમ્સના વરિષ્ઠ હૃદયરોગ વિશેષજ્ઞ ડો.અંબુજ રોયનું કહેવુ છે કે વાયુ પ્રદુષણ માત્ર ફેફસા માટે જ નહિં પરંતુ હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ખતરનાક છે.પીએમ 2.5 ના સંપર્કમાં આવવાથી હૃદય રોગ થઈ શકે છે.

જોખમ: ધુમ્રપાન કરનારી મહિલાઓમાં પીએમ 2.5 નો પ્રભાવ ઘાતક હોય છે. ગરીબી અને વધુ પ્રદુષણથી સમસ્યા વધી શકે છે.